તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ તાલુકાના સિંચાઇ તળાવ તેમજ પક્ષીતીર્થ તરીકે ખ્યાતી પામેલા વઢવાણા તળાવ ખાતે મંગળવારે “વિશ્વ વેટલેન્ડ ડે’ની ઉજવણી વન્યપ્રાણી વિભાગ વડોદરા, શિવરાજપુર રેંજ, જાંબુઘોડા રેન્જ તેમજ કંજેઠા રેન્જ દ્વારા કરાઇ હતી. જેમા વનવિભાગના અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી વઢવાણા તળાવને જળપ્લાવિત એટલે કે વેટલેન્ડ (પક્ષીઓના રહેઠાણની જગ્યા) તરીકેની ઓળખ સાથે પાછલા 15 વર્ષથી ઉજવણી થઈ રહી છે.
ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઇ તળાવને વર્ષ-2005માં દેશના અગત્યના જળપ્લાવિત એટલે કે વેટલેન્ડ તરીકે પક્ષીઓના રહેઠાણની જગ્યા તરીકે ઓળખ મળતાં વનવિભાગ દ્વારા વઢવાણા સિંચાઇ તળાવની માવજત અને દેખરેખ સહિત પક્ષીતીર્થ તરીકેની માન્યતા પામેલ હોઇ તેની વિશેષ કાળજી લેવાનું કેટલાક નીતિ નિયમો સાથે નક્કી કરી દેવામાં આવ્યું હતું.
ત્યારથી જ વેટલેન્ડ ડેની ઉજવણી કરી લોકોમાં પક્ષીતીર્થ તરીકે ખ્યાતિ પામેલા વઢવાણા તળાવની સામાન્ય તળાવ તરીકે નહીં પરંતુ લોકોમાં જનજાગૃતિ લાવવાના આશય સાથે વઢવાણા તળાવની વિશેષ ઓળખ છતી કરવાના હેતુ સાથે દર વર્ષે વિશ્વ વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરીના રોજ ઉજવીને વનવિભાગ દ્વારા સવિશેષ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
ત્યારે 2 ફેબ્રુઆરીના રોજ નાયબ વન સંરક્ષણ અધિકારી વાઘેલાની વિશેષ હાજરી સાથે બોમ્બે હીસ્ટરી નેશનલ સોસાયટીના ડૉ. ભાવિક પટેલ, ડૉ. ભાગવત સહિત શિવરાજપુર રેન્જ આર.એફ.ઓ. ફિરોજભાઇ ખત્રી, આર.એફ.ઓ.રાઉલજી, કંજેઠા આર.એફ.ઓ.વસાવા, જાંબુઘોડા આર.એફ.ઓ. ચૌહાણ સહિત વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. વનવિભાગના શિવરાજપુર રેન્જના સુચારુ આયોજન અને સીધા માર્ગદર્શન હેઠળ વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
બોમ્બે હીસ્ટરી નેશનલ સોસાયટીના પક્ષી તજજ્ઞોએ વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને, વેટલેન્ડ વિષે વક્તવ્ય કરી વિશેષ માહિતી આપી હતી. પક્ષીઓ પર અભ્યાસ કરતા અભ્યાસુઓ દ્વારા ખાસ ઉપસ્થિત રહી ‘વેટલેન્ડ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી.
પક્ષીતજજ્ઞોના અભ્યાસ બાદ વઢવાણા તળાવ વેટલેન્ડ એટલે કે પક્ષીઓના આશ્રયસ્થાન તરીકે જાણીતું બન્યું
સર સયાજીરાવ ગાયકવાડે દીર્ઘદ્રષ્ટિ રાખી 115 વર્ષ અગાઉ ખેડૂતો અને પશુપાલકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વઢવાણા સિંચાઇ તળાવ બનાવ્યું હતું.
ધીમે ધીમે વઢવાણા ખાતે સાનુકૂળ વાતાવરણ અને છીછરા પાણીને કારણે દેશ વિદેશના પક્ષીઓનું આશ્રય સ્થાન બની જતાં પક્ષીઓ પર અભ્યાસ કરતા તજજ્ઞોનું ધ્યાન વઢવાણા સિંચાઇ તળાવ તરફ ગયું. અભ્યાસ બાદ વઢવાણા તળાવ વેટલેન્ડ એટલે કે (પક્ષીઓના આશ્રય સ્થાન) તરીકે ખ્યાતિ પામતાં 2005થી વઢવાણા તળાવને વેટલેન્ડ તરીકેની ઓળખ મળી હતી.
વઢવાણા તળાવ સિંચાઇ, વેટલેન્ડ અને મત્સ્ય ઉદ્યોગ માટે પ્રચલિત છે
ડભોઇ નજીક આવેલું વઢવાણા સિંચાઇ તળાવ મધ્ય ગુજરાતના એકમાત્ર સિંચાઇ તળાવ તરીકેની ઓળખ ઉભી કરનારું તળાવ છે. સાથે સાથે તે દેશ વિદેશના પક્ષીઓનું આશ્રય સ્થાન હોવાથી વેટલેન્ડ તરીકે ખ્યાતિ પામવા સાથે મત્સ્ય ઉદ્યોગ માટે પણ જાણીતું છે. ત્રેવડા સંગમથી ડભોઇનું આ વઢવાણા તળાવ પ્રચલિત થવા પામ્યું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.