ભાસ્કર વિશેષ:ડભોઇ- કરજણ માર્ગ પરના નાળા પર રેલિંગનો અભાવ

ડભોઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ કરજણ માર્ગ પર સિકોતર માતાના મંદિર નજીક થયેલ નાળું રીપેર કરાયું છે. પરંતુ બંને સાઈડ પર  રેલીંગ લગાવવામાં ન આવતા રાત્રે પસાર થતા રાહદારીઓને અકસ્માત થવાની ભીતિ છે. - Divya Bhaskar
ડભોઇ કરજણ માર્ગ પર સિકોતર માતાના મંદિર નજીક થયેલ નાળું રીપેર કરાયું છે. પરંતુ બંને સાઈડ પર રેલીંગ લગાવવામાં ન આવતા રાત્રે પસાર થતા રાહદારીઓને અકસ્માત થવાની ભીતિ છે.
  • રાત્રી સમયે અહીથી પસાર થતાં રાહદારીઓને અકસ્માત સર્જાવાની ભીતિ
  • વહેલીતકે નવું નાળું બનાવી રેલિંગ મૂકવા માગ

ડભોઇ કરજણ રોડ ઉપર તૂટી પડેલ નાળું રીપેર તો થયું. પણ રાત્રી સમયે રેલિંગના અભાવને કારણે અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. ત્યારે વહેલીતકે તંત્ર નવું નાળું બનાવી રેલિંગ મુકવામાં આવે તેવી રાહદારીઓમાં માંગ ઉઠી છે. ડભોઇથી કરજણ અને કાયાવરોહણને જોડતા માર્ગ ઉપર છેલ્લા 1 માસ પૂર્વે સિકોતર માતાના મંદિર નજીક નાળું તૂટી પડ્યું હતું.

જેને કારણે 24 કલાક માર્ગ બંધ રહ્યો હતો. માર્ગ મકાન વિભાગ દ્વારા આ નાળું રીપેર તો કરવામાં આવ્યું. પણ બંને સાઈડ રેલિંગનો અભાવ જોવા મળ્યો છે. જેને કારણે રોજ મુસાફરી કરતા રાહદારીઓને અહીંથી અવર જવર કરવામાં ભય સેવાઇ રહ્યો છે. રાત્રી સમયે અહીં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે માર્ગ મકાન વિભાગ રેલિંગ નાખી નાળું પુનઃ નવું બનાવામાં આવે તેવી રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...