ખાતમુહૂર્ત:ડભોઇમાં શીતળાઈ તળાવ ખાતેનું કૈલાસ મુક્તિધામ નવો આકાર લેશે

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
L&T કંપનીના સહિયોગથી ડભોઇના કૈલાશમુક્તિ ધામને નવુ આધુનિક અને સુંદર બનાવા ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. - Divya Bhaskar
L&T કંપનીના સહિયોગથી ડભોઇના કૈલાશમુક્તિ ધામને નવુ આધુનિક અને સુંદર બનાવા ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
  • સોમવારે વિસ્તારના ધારાસભ્ય શૈલેશ મહેતા અને એલ એન્ડ ટી કંપનીના અશોક મોગલાઈના હસ્તે ખાતમુહૂર્ત થયું
  • સ્મશાનની દેખરેખ થતી ન હોવાથી ગંદકીથી ખદબદતું હતું

ડભોઇના નાંદોદી ભાગોળ નજીક શીતળાઈ તળાવ પાસેનું કૈલાશ મુક્તિ ધામ છેલ્લા ઘણા વર્ષોથી દેખરેખ ન થતી હોય ગંદકી અને બિસ્માર જેવી સ્થિતિ તરફ જઈ રહ્યું હતું. જેને પગલે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા નગરમાં એક રમણીય અને સુંદર વાતાવરણ વચ્ચે મુક્તિધામનું નિર્માણ થાય તે માટે પ્રયાસો કરતાં સોમવારે એલ.એન.ટી કંપનીના સહોયોગથી સંપૂર્ણ કંપનીના ખર્ચે આધુનિક અને સુંદર મુક્તિધામ આકાર લેવા જઈ રહ્યું છે. જેનું ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા અને એલ.એન.ટી.ના અશોક મોંગલાઈ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ડભોઇ નગરના નાંદોદી ભાગોળ ખાતે શિતળાઈ તળાવ નજીક વર્ષો જૂનું કૈલાશ મુક્તિ ધામ આવેલું છે. નગરના લોકોનો મૃત્યુ બાદ આખરી પડાવ છેલ્લા ઘણા વર્ષોથી ગંદકી અને બિસ્માર સ્થિતિ તરફ જઈ રહ્યો હતો. જેને ધારા સભ્ય શૈલેષભાઈ મહેતાના ધ્યાન ઉપર આવતા મુક્તિધામને લોકો ડભોઇ સુધી જોવા આવે તેવું નિર્માણ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. ત્યારે એલ.એન.ટી.ના આશોક મોંગલાઈને મળી ડભોઇ ખાતે કંપની તરફથી તેમના ફંડમાંથી સુંદર અને આધુનિક કુદરતી વાતાવરણમા અંતિમ સંસ્કાર આપી શકાય તેવું મુક્તિધામનું નિર્માણ થાય તે માટે વાત કરી હતી.

ત્યારે બાદ કંપનીના નિરીક્ષણ કરી સોમવારે ડભોઇ ધારા સભ્ય શૈલેષભાઈ મહેતા અને એલ.એન.ટીના અશોક મોંગલાઈ દ્વારા ખાતમુહૂર્ત કરી નવું આધુનિક સ્મશાન મુક્તિ ધામ બનાવાની કામગીરી શરૂ કરી હતી. આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, કારોબારી ચેરમેન વિશાલ શાહ, નાણાપંચના ચેરમેન બીરેન શાહ, શશીકાંતભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ એમ.એચ.પટેલ, ડો.બી.જે. બ્રહ્મભટ્ટ, ડો.સંદીપ શાહ, અમિતભાઈ સોલંકી, સહિત મોટી સંખ્યામાં ભાજપ અને પાલિકા સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...