તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ડભોઇના કરણેટ પાસેથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો

ડભોઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા SOGએ કવાંટના કનલવાના શખ્સને ઝડપી પાડ્યો

ડભોઇના કરણેટ ગામ પાસેની નર્મદા કેનાલ પાસે લાલ, ભુરા, સફેદ રંગના આખીબાયનુ શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ ઇસમ દેશી તમંચા સાથે આવવાનો હોવાની ચોક્કસ બાતમી જિલ્લા એસ.ઓ.જી.ની ટેમને મળતા કરણેટ બ્રીજથી નર્મદા કેનાલ સુધી એસ.ઓ.જી.ટીમના જવાનો બાઝ નજરે વોચ રાખી ગોઠવાઇ ગયા હતા. ઘણીવાર બાદ બાતમી મુજબનો ઇસમ આવતા તેને ઝડપી અંગ ઝડતી કરતા દેશી તમંચો કિ.રૂા. 5000નો મળી આવતા આર્મસ એક્ટ મુજબ ગુન્હો નોંધી કસ્ટડી ભેગો કરાયો હતો.

ડભોઇ તાલુકાના કરણેટ ગામ પાસે એક ઇસમ દેશી તમંચા સાથે આવવાનો હોવાની જિલ્લા એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી. જેથી મારતે ઘોડે ડભોઇ પોલીસની હદ વિસ્તારના કરણેટ ગામ પાસેની નર્મદા કેનાલ પાસે એસ.ઓ.જી. ટીમના જવાનો બાઝ નજરે વોચમા ગોઠવાઇ ગયા હતા. કલાકોની જહેમત બાદ બાતમી મુજબનો ઇસમ આવતા તેના વર્ણન આધારે ઝડપી અંગ ઝડતી કરતા દેશી બનાવટનો તમંચો જેની કિ.રૂા. 5000નો મળી આવતા ઝડપાયેલ ઇસમનુ નામઠામ પુછતા તેને પોતાનુ નામ વિશાલભાઇ છગનભાઇ રાઠવા ઉ.વ. 24 રહે. કનલવા તા. કવાંટ જિ. છોટાઉદેપુરનો હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારે ઝડપાયેલ ઇસમ તમંચો કોણે આપવા જતો હતો. કોઇ ચોરી, લુંટ કે હત્યાના બનાવને અંજામ આપવાનો હેતુ હતો કે કેમ કે અન્ય કોઇ કારણ હતુ. તેવા અનેક પ્રશ્નોને લઈ ઝડપાયેલ ઇસમની પુછતાછ કરવી જરૂરી હોય રીમાન્ડની માંગણી સાથે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...