કાર્યવાહી:ડભોઈમાં ડીઝલ ચોરીમાં ઇસમ ઝડપાયો

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીઝલ ભરેલ કારબા, પાઈપ સાથે રંગેહાથે ઝડપી લોકોએ પોલીસને સોંપ્યો
  • વેગા પાસે વહેલી સવારે હાઈવા ટ્રકમાંથી ટાંકીનંુ લોક તોડી ડીઝલ ચોરતો હતો

ડભોઈના વેગા પાસેથી હાઈવા ટ્રકમાંથી વહેલી સવારે ડીઝલ ટાંકીનું લોક તોડી ડીઝલની ચોરી કરતો અજાણ્યો ઇસમ લોકોના હાથે ઝડપાયો હતો. ડીઝલ ભરેલ કારબો, પાઈપ સાથે રંગેહાથે ઝડપી પાડી પોલીસને સોંપતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડભોઈ તાલુકાના વેગા ચોકડી પાસે બ્રિજ નીચે મોટર રિપેરિંગ કરતા સલીમ ઈમામભાઈ શેખે ગેરેજ પાસે પોતાની માલિકીની હાઈવા ટ્રક ઉભી રાખી હતી. રાત્રીના ગેરેજ બંધ કરી તરસાના ગામે પોતાના ઘેર જઈ જામી પરવારી તે સુઈ ગયા હતા. ત્યારે વહેલી સવારે છ વાગ્યાના સુમારે અજાણ્યો ઈસમ ડીઝલની ટાંકીમાંથી ડીઝલની ચોરી કરતાં રંગેહાથે ઝડપાયો હોવાનું જાણી તેમજ તે કિરણ તડવી રહે. શંકરપુરા, તા.સંખેડા, જિ.છોટાઉદેપુરનો હોવાનું જાણતાં બાઇક પર તુરંત ગેરેજ પર આવ્યા હતા.

ત્યારે ડીઝલ ચોરી કરનાર ઇસમને સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યો હોવાની તેમને જાણ થઇ હતી. જેથી બનાવની ફરિયાદ આપતાં પોલીસે કાયદેસર કાર્યવાહી કરી તેને કસ્ટડી ભેગો કર્યો હતો. છાશવારે ગાડીઓમાં થતી ડીઝલની ઘટથી મોટર માલિકો અને ચાલકો વચ્ચે અવિશ્વાસ ઊભો થાય છે. ત્યારે ડીઝલ ચોરી સામે આવતાં ટ્રક માલિકોમાં રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...