અકસ્માત:ડભોઇ વેગા નજીક કાર વૃક્ષની સાથે ભટકાતાં એકને ઇજા તેમજ ફ્રેક્ચર

ડભોઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે ભટકાઇ. - Divya Bhaskar
સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે ભટકાઇ.
  • અકસ્માતને પગલે સ્વિફ્ટ કારનો પણ કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો

ડભોઇના વેગા હનુમાન મંદિર પાસે સ્વીફ્ટ ડિઝાયર કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ગુલમહોરના વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઇ હતી. જેના કારણે કારનો ખુરદો બોલી ગયો હતો. જો કે સદ્દનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે ગંભીર ઇજા થતા ફ્રેક્ચર થવા પામ્યું હતું. ડભોઇ બોડેલી માર્ગ પર મારુતિ હનુમાનજી મંદિર પાસે ગતસાંજના સ્વીફ્ટ ડિઝાયર કાર લઈ ચાલક સચીન પટેલ વ્યારા ગામે જતો હતો. તેવા સમયે કોઇ કારણસર ચાલકે સ્વીફટ કારના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર માર્ગની બાજુમાં આવેલા ઘટાદાર વૃક્ષ સાથે ભટકાઇ જવા પામી હતી.

અકસ્માતને પગલે કારનો કચ્ચરઘાણ નિકળી જવા પામ્યો હતો. સદ્દનસીબે કાર ચાલક સચીન પરસોત્તમભાઇ પટેલ રહે.વ્યારા તા.વાઘોડિયાનો આબાદ બચાવ થવા સાથે ઇજાને કારણે ફ્રેકચર થયું હતું. અકસ્માતના બનાવની પોલીસ ફરિયાદ થયેલ ના હોય કારને કેટલા રૂપિયાનું નુકસાન થયેલ છે તેમજ બનાવનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી.

અન્ય સમાચારો પણ છે...