ફરીયાદ:વસઈમાં બળાત્કારના આરોપીએ સાક્ષીને કારથી કચડી મારી નાખવાની કોશિશ કરી

ડભોઇ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજીના ચંદ્રોડાનો ઈસમ ખેતરમાં ઘાસચારો ભરવા ગયો હતો
  • પોલીસે કાર કબજે કરી ફરાર થઈ ગયેલા 4 આરોપીની શોધખોળ હાથ ધરી

સલીમભાઇ હમીદખા નાગોરી ઉ.વ. 30 રહે. ચંદ્રોડા તા. બહુચરજી જિ. મહેસાણા પોતાના ટેમ્પોમા ઘાંસચારાનો વ્યવસાય કરી પોતાનુ અને પરીવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગતરોજ ડભોઇ નજીકના વસઈ ગામે ચંદ્રોડાથી ટેમ્પોમા ઘાંસચારો લેવા સલીમભાઇ નાગોરી પોતાના પિતા હમીરખા સાથે આવ્યા હતા. જેઓ વસઈ ગામની સિમમા આવેલા નિલેષભાઇ પટેલના ખેતરમા મજુરો દ્વારા ટેમ્પોમા ઘાંસચારો ભરી રહ્યા હતા.

ત્યારે તેઓના ગામનો અગાઉ બળાત્કારના ગુનામાં સંડોવાયેલો આરોપી ઇકબાલ રમઝાનભાઇ સિંધી કાર લઈને તેમા તેના સાગરીતો શેરખા ઉર્ફે બાબો રમઝાનભાઇ સિંધી, મનવરખાન હાસમખાન અબડા તેમજ મનવરખાનનો ડ્રાઇવર આમ ચારેય જણા એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી કાર લઈને પુરપાટ ધસી આવી બળાત્કારના કેસમા સાક્ષી તરીકે પોલીસને જુબાની આપી હોવાની રીસ રાખી સલીમભાઇ પર કાર ચઢાવી 20 ફુટ દુર ઘસડી જતા માથામા ગંભીર ઇજાઓ સાથે કમરમા, હાથપગ અને શરીરે પણ કાર ચઢાવી ઇજાઓ કરી હતી.

જેથી ગંભીર રીતે ઘવાયેલા સલીમ નાગોરીને ડભોઇ બાદ વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયો હતો. જેની ફરીયાદ આધારે પોલીસે ભાગી છુટનારા ચારેય સામે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...