અંધશ્રદ્ધા:સાઠોદમાં પુત્રને સુધારવા પિતાએ વિધિમાં રૂ. 17.20 લાખ ગુમાવ્યા

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેવાસના ઠગે ટુકડે ટુકડે વિધિના નામે રૂ. 17.20 લાખ ખંખેરી લીધાં

પુત્ર પ્રેમમાં પિતાએ અંધશ્રદ્ધાના વહેણમાં અટવાઇ જતા મેવાસના ગ્રામ્ય વિસ્તારના ઠગે ટુકડે ટુકડે વિધિના નામે રૂપિયા 17.20 લાખની ઠગાઇ કરી લીધી હતી. દત્તુભાઇ ઘનશ્યામભાઇ બારોટ ઉ.વ.44 રહે.સાઠોદની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સાઠોદ ખાતે હીર હોટલ ચલાવે છે. તેઓનો મોટો દિકરો હર્ષ અવળી લતે ચઢી જતાં કેમેય કરીને સુધરવાનુ નામ ન લેતા થાકેલા પિતાને ગરજને અક્કલ ન હોય તેમ રડતા હતા અને પિયરીયા ભટકાયા તેમ ઠગ લક્ષ્મણ કાભઇભાઇ તડવી રહે.નાગડોલ, તા.ડભોઇનો ભટકાઇ ગયો હતો.

પોતાની વાકછટાથી ઠગે દત્તુભાઇ બારોટને વિશ્વાસમાં લઈ દિકરાને સુધારવા ધાર્મિક વિધિ કરવાના નુસ્ખા આપ્યા હતા. જેથી ઠગ લક્ષ્મણ તડવીની વાતોમા આવેલા દત્તુભાઇ બારોટે પુત્રપ્રેમમાં ટૂકડે ટૂકડે ધાર્મિકવિધિ કરવાના રૂપિયા 17.20 લાખ આપી દીધા હતા. જે બાદમાં દાતુભાઇ બારોટને પોતે છેતરાયા હોવાનુ ભાણ થતા પોતાના રૂપિયા ઠગ લક્ષ્મણ તડવી પાસે પરત માંગતા અલ્લાગલ્લા કરવા લાગ્યો હતો.

છેવટે પોતાના ખેતરનો કપાસ વેચીને રૂપિયા પરત કરી દેશે તેવો વિશ્વાસ પણ આપી સમય પસાર કરતો હોઇ આખરે પોતાની સાથે થયેલ ઠગાઇ બાબતે ડભોઇ પોલીસને બનાવની લેખિત ફરીયાદ આપતા લક્ષ્મણ તડવી રહે.નાગડોલ સામે ગુનો નોંધી ડભોઇ પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...