તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ડભોઇમાં મલેરિયા વિભાગની ‘હાથીપગા અભિયાન’માં વેઠ ઊતાર કામગીરી

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ પાલિકાના મલેરિયા વિભાગ દ્વારા ધોળે દિવસે હાથીપગ રોગના બ્લડ સેમ્પલ લેવાની કામગીરીથી નગરજનોમાં આશ્ચર્ય થવા પામ્યું હતું. - Divya Bhaskar
ડભોઈ પાલિકાના મલેરિયા વિભાગ દ્વારા ધોળે દિવસે હાથીપગ રોગના બ્લડ સેમ્પલ લેવાની કામગીરીથી નગરજનોમાં આશ્ચર્ય થવા પામ્યું હતું.
  • મલેરિયા વિભાગે નિયમોની વિરુદ્ધ જઈ રાત્રીના બદલે દિવસે બ્લડ સેમ્પલ લેવાની કામગીરી કરી
  • હાલ હાથીપગા રોગની નેસ્તનાબૂદી માટે સરકાર દ્વારા અભિયાન ચલાવાઈ રહ્યું છે

ડભોઇ નગર પાલિકાનું મેલેરીયા ખાતુ નામ પુરતુ જ થઈ પડ્યુ છે. નગરની ગંદકીની વાત હોય મચ્છરોના ઉપદ્રવ હોય કે મચ્છરજન્ય રોગ જેમકે મલેરિયા, ટાઇફોઇડ, હાથીપગા, ડેન્ગ્યૂ, તમામ મોરચે પાલિકાનું મલેરિયા તંત્ર નિષ્ફળ રહેવા પામ્યું છે. હાલ હાથીપગા રોગના નેસ્ત નાબૂદી માટે સરકાર દ્વારા હાથીપગા અભિયાન ચલાવાઈ રહ્યું છે. ત્યારે પાલિકાના મલેરિયા વિભાગ દ્વારા રાત્રીના બદલે દિવસે બ્લડ સેમ્પલ લેવાની કામગીરી થતાં વેઠ ઉતાર કામગીરીથી લોકોમાં આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું છે.

હાથીપગા રોગ નેસ્ત નાબૂદી અભિયાન અંતરગત સરકાર દ્વારા નગર પાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોના બ્લડ સેમ્પલ લેવા સાથે તેની ચકાસણી કરી હાથીપગાના કેટલા કેસો નગરમાં પોઝિટિવ છે. તેનું ચોક્કસ તારણ કાઢી તે દિશામાં અસરકારક કામગીરી કરાતી હોય છે. ત્યારે હાથીપગા બ્લડ સેમ્પલનો નિયમ મોડી રાત્રીના વ્યક્તિ સુતેલી હાલતમાં હોય ત્યારે જ તેના બ્લડ સેમ્પલ લેવાનો તબીબી નિયમ છે. જેથી હાથીપગાના જંતુઓ સક્રિય અવસ્થામાં હોય અને તે રિપોર્ટ પણ સફળ રહે છે.

ત્યારે પાલિકાના મલેરિયા વિભાગને તબીબી નિયમ જ ખબર ન હોય રાત્રે કરવાની કામગીરી ધોળે દિવસે બેઠેલા લોકોના સેમ્પલ લેવાતા વેઠ ઉતાર કામગીરી થતાં જે રિપોર્ટનું કઈ મહત્વ અને અર્થ રહેતો ન હોય સરકારના હાથીપગા નાબૂદી અભિયાનને જોરદાર ધક્કો લાગી રહ્યો છે. પાલિકાના મલેરિયા વિભાગને સુનિયોજીત માર્ગદર્શનની જરૂર લાગી રહી હોય નગરને નિરોગી રાખવા મલેરિયા વિભાગને સરખું કરવું રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...