તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મોટાહબીપુરામાં ગેસના બોટલોથી ઘર સળગાવી અજાણ્યો ઇસમ ફરાર, માળિયે દાદર પર થઈ ઈસમ ઘરમાં ઉતર્યો હતો

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટા હબીપુરામાં અજાણ્યા ઈસમે બંધ ઘરમાં પ્રવેશી મકાનને અંદરથી આગ લગાડતા ફળીયાના લોકોએ આગ બુઝાવી હતી. - Divya Bhaskar
મોટા હબીપુરામાં અજાણ્યા ઈસમે બંધ ઘરમાં પ્રવેશી મકાનને અંદરથી આગ લગાડતા ફળીયાના લોકોએ આગ બુઝાવી હતી.

ડભોઇ તાલુકાના મોટાહબીપુરા ગામે બંગલાફળીયામા રહેતા પટેલ પરીવારના મકાનમા ઉપરના માળીયેથી દાદર પર થઈ અજાણ્યો ઇષમ ઘરમા ઉતર્યો હતો. ઘરમાં રહેલ રાંધણ ગેસ ભરેલ બે બોટલો પર કપડા મુકી સળગાવ્યા હતા. જે બાદમા ઘર સળગાવી દેવાના પ્રયત્નના ભાગરૂપે લાકડાના દાદર પર કપડા અને કોલસાની ગુણીયો મુકી સળગાવી દેતા દાદર સળગી ઉઠ્યો હતો. ફળીયાના લોકોને આગના બનાવની જાણ થતા દોડી આવી આગ બુજાવી હતી.

ફરીયાદી જગદીશભાઇ રમણભાઇ પટેલ ઉ.વ.55 રહે. મોટાહબીપુરા, તા. ડભોઇની ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત 20 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધીના સમયમા તેઓનું મોટાહબીપુરા ગામે બંગલાફળીયામા આવેલ મકાન બંધ હતુ. જે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે ઘરમાં ઉપરના માળેથી ગેરકાયદેસર પ્રવેશ કરી લાકડાના દાદરથી નીચે ઘરમા ઉતરી ઘરમા રહેલા કપડાને રાંધણ ગેસના બે ભરેલા બોટલો પર મુકી આગ ચાંપી દીધી હતી. આટલેથી ન અટકતા લાકડાના દાદર પર કોલસા ભરેલ મીણીયાની ગુણીયો તેમજ કપડા મુકી તે પણ સળગાવ્યા હતા.

અજાણ્યા ઇસમે જગદીશભાઇ પટેલનું ઘર સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. આગ લાગ્યા બાદ અજાણ્યો ઇસમ ભાગી છુટ્યો હતો. ઘરમાંથી ધુમાડાના ગોટા નિકલતા ફળીયાના લોકોને બનાવની જાણ થતા ઘરમાં પ્રવેશ કરી આગ પર પાણીનો મારો ચલાવી આગ હોલવી હતી. જે બાદમાં બનાવની ડભોઇ પોલીસને મકાન માલીક જગદીશભાઇએ જાણ કરતા પોલીસે ઘર સળગાવી દેવાનું ગુન્હાહીત કૃત્ય કરનાર અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...