લોકમાગ:ડભોઈમાં 18 દિવસમાં જ 80 લોકો રખડતા કૂતરાઓનો શિકાર બન્યા

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ નગરમાં ઠેરઠેર જોવા મળતાં કુતરાના ઝુંડ. - Divya Bhaskar
ડભોઇ નગરમાં ઠેરઠેર જોવા મળતાં કુતરાના ઝુંડ.
  • શ્વાનની સંખ્યા પર નિયંત્રણ લાવવા પાલિકા તંત્ર કાર્યવાહી કરે તેવી લોકમાગ

ડભોઇ નગરમાં રખડતા કૂતરાઓનો આતંક મચી ગયો છે. છેલ્લા 18 દિવસમાં 80 ઉપરાંત લોકોને કુતરા કરડવાની ઘટનાઓ સામે આવી છે. તો બીજી તરફ સ્વાનની સંખ્યા દિવસે દિવસે વધી રહી હોઇ નગરના અનેક વિસ્તારોમાં સ્વાનના ઝુંડને ઝુંડ રાત્રી સમયે જતા આવતા વાહનોની પાછળ દોડે છે. તો બાઇક ચાલકોને તો ફેંકી દેવાના બનાવ બનેલ છે.

ડભોઇ નગરમાં દિવસે દિવસે રખડતા કૂતરાંઓની સંખ્યામાં સતત વધારો થઈ ચૂક્યો છે. તેમાં હાલ તેઓના પ્રજનનના દિવસો શરુ થઈ ગયા છે. તેઓની આંતરિક લડાઈ તો પોતાનું જ સામ્રાજ્ય હોવાનું પુરવાર કરવા રસ્તે જતા આવતા લોકો વાહનોને રંજાડવાનું આ કુતરાઓ છોડતા નથી. તો બીજી તરફ રહીશોના ઓટલા ગંદા કરવા સહિત રાત્રી સમયે તેમના અવાજથી રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. પોતાના આંગણામાં રમવા નીકળેલા બાળકો હોય વૃદ્ધ હોઇ આ સિવાય પણ હાલ તો કૂતરું કરડે નહીંની સાવચેતી સંપૂર્ણ પણે રાખવી પડતી હોય છે.

છતાં મુખ્ય માર્ગો પરથી પસાર થતાં દ્વિચક્રી વાહનચાલકો કુતરાના ઝુંડના ઝુંડ ફરી વળતા કે વાહનની પાછળ દોડી વાહન સહિત સવાર કે ચાલકને ફેંકી દેવાની પણ ઘટનાઓ ઘણી સામે આવી છે. હાલ છેલ્લા થોડા દિવસોમાં જ કૂતરાનો શિકાર બનેલાઓના આંકડાઓ જોવા જઈએ તો રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા 18 દિવસમાં 80 ઉપરાંત લોકને કુતરા કરડી જવાથી રશી લેવી પડી હોવાના આંકડા સામે આવી રહ્યા છે.

ત્યારે 18મી તારીખે જ 6 લોકો જેમાં શિવમભાઈ શંકારભાઈ વસાવા, વિનોદભાઈ ભિખાભૈયા વસાવા, સચિન રાજૂભાઈ બારીયા, જ્યોતિ અશવીનભાઈ શાહ, ભાવની વિનય રાણા, નારણભાઈ રબારીને સ્વાન કરડ્યા હોવાનું સામે આવ્યું છે. નગરમાં વધી રહેલા સ્વાનની સંખ્યા પર નિયંત્રણ લાવા પાલીકા તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી થાય તેવું નગરજનો હવે તો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...