અકસ્માત:ધર્મપુરી ગામેે ગાડીના ચાલકે અડફેટે લેતાં રાહદારીનું મોત

ડભોઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત

ડભોઇ તિલકવાડા માર્ગ પર આવેલા ધર્મપુરી ગામની નવીનગરીમાં રહી ખેતમજૂરી કરતા દીપક સોલંકી ગામના બસ સ્ટેન્ડની દુકાને ગયો હતો. ત્યારે ડભોઇ તરફથી આવતી પીકઅપના ચાલકે માર્ગ પર ચાલતા દીપકને અડફેટે લેતા તેના માથામા અને શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળેજ તેનુ મોત નિપજ્યું હતું. ગામ લોકો અને રાહદારીઓએ અકસ્માતને પગલે ડભોઇ પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે સ્થળ પર ધસી જઇ જરુરી કાર્યવાહી કરી પીકઅપ ગાડીના ચાલક વિરુધ્ધ ગુન્હો નોધી આગળ ની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...