લોકોને રાહત:દંગીવાડામાં માર્ગ ઉપર મહાકાય અજગર આવી જતાં રેસ્ક્યૂ કરાયો

ડભોઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગ-ડભોઇ રેસ્ક્યૂ ટીમ દ્વારા પકડી લેતાં લોકોને રાહત

ડભોઇ તાલુકાના ડાંગીવાડા ગામે મુખ્ય માર્ગ ઉપર થી પસાર થતાં એક નગરજને મુખ્ય માર્ગ ઉપર વિશાળ અને મહાકાય 12 ફૂટ લાંબા અજગર ને જોતાં આસ પાસ ના લોકો ને બોલાવતા ભારે ફફળાટ રાહદરીયો માં વ્યાપ્યો હતો જો કે સ્થાનીક નાગરીક દ્વારા ડભોઇ વન વિભાગ ના આર.એફ.ઑ.એન.એન.બારીયા, અને રાઉન્ડ ફોરેસ્ટર એસ.કે.લાડ ને જાણ કરતાં ડભોઇ રેસક્યું ટિમ ના યુવકો વિપુલ વસાવા, ધવલભાઈ પરમાર, દ્રુપત પટેલ, રાહુલ મારવાડી,આકાશ વસાવા ,સાગર મારવાડી, રવિ તડવી, ભાર્ગવ ભટ્ટ, અલય શાહ, તેમજ અવી બારોટ સ્થળ ઉપર જય વન વિભાગ ના અધિકારીઓને સાથે રાખી 12 ફૂટ લાંબા અજગર નું રેસક્યું કર્યું હતું જેને પગલે રાહદરીઓ અને નગરજનો એ રાહત અનુભવી હતી. આ અજગર ને વન વિભાગ દ્વારા બીજા દિવસે રહેણાક વિસ્તાર થી દૂર તેના કુદરતી વાતાવરણ માં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...