તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ડભોઇના ચનવાડા ગામમાં પુત્રે જ માતાના પ્રેમીનું હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

ડભોઇ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રને ઝડપવા વધુ તપાસ હાથ ધરી

ડભોઇના ચનવાડા ગામે પોતાની માતા સાથે ગામમાં રહેતા 34 વર્ષીય યુવાનના આડા સબંધ હોવાની શંકાએ પુત્રએ તિક્ષ્ણ હથિયારના ઘા માથામા મારી ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી હતી. ડભોઇ પોલીસે હત્યાનો ગુન્હો નોધી આરોપીને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી ભુરાભાઇ બાબરભાઇ વસાવા રહે. ચનવાડા તા. ડભોઇની ફરીયાદમા જણાવ્યા મુજબ તેઓની માસીનો દિકરો મહેશ ઉર્ફે નાનીયો શિવાભાઇ તડવી ઉ.વ. 34 રહે. સલાટ ફળીયુ, ચનવાડા તા. ડભોઇ જિ. વડોદરાનું લગ્ન ન થયેલ હોઇ તે કોઇ સંગીતા નામની યુવતીને ભાલોદ બાજુથી લઈ આવેલ હતો.

અને તેને પત્નિ તરીકે રાખી હતી. જેના સહવાસમા ત્રણ સંતાનનો પિતા બન્યો હતો. પાંચેક વર્ષ અગાઉ સંગીતાના મોત બાદ ત્રણેય સંતાનોને મહેશ ઉર્ફે નાનીયો પોતાના મામાના ઘેર રતનપુર તા. ઝઘડીયા ખાતે મુકી આવી એકલો ચનવાડા ખાતે રહેતો હતો. ત્યારે સોમવારે વહેલી સવારમાં ગામમા ખબર પડેલ કે ઓરસંગ નદી તરફ જવાના ચીલામા મહેશ ઉર્ફે નાનીયા લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ પડેલ છે.

જેથી તેની માસીના દિકરા અને ફરિયાદી ભુરાભાઇ વસાવાએ જઈને જોતા તેના માથામા તિક્ષ્ણ હથિયારના ઘા થયેલા હતા. તેમજ રમેશ ઉર્ફે પુઇપુઇ પ્રહલાદભાઇ વસાવાના ઘરમાં પણ લોહી પડેલ હતું. જેમા રમેશ ઉર્ફે પુઇપુઇની માતા ચંપાબેન સાથે મહેશને આડા સબંધ હોવાથી તેની અદાવત રાખી રમેશ ઉર્ફે પુઇપુઇએ તેની હત્યા કરેલ હોવાનુ ભુરાભાઇને જાણવા મળ્યું હતું. ડભોઇ પોલીસને રમેશ ઉર્ફે પુઇપુઇ વિરુદ્ધ હત્યા અંગેની ફરિયાદ આપતા પોલીસે હત્યારા રમેશ વસાવાને ઝડપી પાડી કસ્ટડી ભેગો કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...