મેઘમહેર:ડભોઇમાં ગરનાળાઓમાં પાણી ભરાઇ રહેતાં ગામોનો સંપર્ક તૂટ્યો

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇમાં રેલવેના નવીનીકરણને લઇ બનાવવામાં આવેલા ગરનાળાઓમાં પાણી ભરાઈ જતાં ગામડાં સંપર્ક વિહોણા બન્યા હતા. - Divya Bhaskar
ડભોઇમાં રેલવેના નવીનીકરણને લઇ બનાવવામાં આવેલા ગરનાળાઓમાં પાણી ભરાઈ જતાં ગામડાં સંપર્ક વિહોણા બન્યા હતા.
  • રેલવેનું નવીનીકરણ ડભોઇના ગ્રામ્ય વિસ્તારો માટે અભિશાપરૂપ
  • રેલવે તંત્ર વહેલી​​​​​​​ તકે ગરનાળાઓમાં ભરતા પાણીનો પ્રશ્ન હલ કરે તેવી માગ

ડભોઇ રેલવે લાઇનના નવીનીકરણ સાથે રેલવે ટ્રેક પર બનાવવામાં ઉપર ગરનાળાઓ છેલ્લા 24 કલાકથી પડતા વરસાદને લઇ પાણીથી છલકાયાં છે. પંથકમાં મેઘ મહેર જોવા મળી રહી છે. તેવામાં તાલુકાના રેલ્વે લાઈનો નીચે બનાવેલ ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં તાલુકાના સંખ્યાબંધ ગામો અને વસહાતોના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઇ રેલ્વે જંકશન ઉપરથી કેવડીયા બ્રોડગેજ લાઇન, છોટાઉદેપુર બ્રોડગેજ લાઇન અને કરજણ બ્રોડગેજ લાઈનો હાલ થોડા સમય પૂર્વે જ રેલ્વે તંત્ર દ્વારા બનાવમાં આવી છે. આ લાઈનો પાસે તાલુકાના કેટલાક ગામો અને વસાહતોમાં જવા માટે રેલ્વે તંત્ર દ્વારા રેલ્વે લાઇનની નીચે ગરનાળા બનાવાયા છે.

હાલ ડભોઇ પંથકમાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે તમામ રેલ્વે ગરનાળાઓ પાણીથી ઉભરાયા છે. જેને પગલે સ્થાનીક રહીશોને અવાર જવર કરવામાં ભારે હાલાકી ભોગવી પડી રહી છે. આ અંગે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને કેટલાક ગ્રામજનો દ્વારા રજૂઆત કરતાં રેલ્વે તંત્રને સૂચના આપી ગરનાળાઓમાંથી મોટર મૂકી પાણી દૂરકરવા કાર્યવાહી કરવામાં આવશે નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું. ત્યારે કેટલાક ગ્રાનાળાઓમાં તો ટ્રેક્ટર સુધી ડૂબી જાય તેટલા પાણી હોઇ ગ્રામજનોને લાંબો અંતર કાપી પોતાના ગામ પહોચવા ફરજ પડી રહી છે. રેલ્વે તંત્ર વહેલી તકે ગરનાળાઓમાં ભરતા પાણીનો પ્રશ્ન હલ કરે તેવી લોકમાગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...