આશ્ચર્ય:ડભોઇમાં સફાઇ કર્મીની લડતના ડરથી પાલિકા સભાનું સ્થળ બદલ્યું

ડભોઇ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ પાલિકાએ વર્ષ બજેટની સભા સફાઈ કામદારોની લડતના ડરથી પાલિકાના સભાખંડના બદલે સર્કિટ હાઉસ કરાયું હતું.પરંતુ સર્કિટ હાઉસમાં હાલ સમારકામને લઇ પ્રવેશબંધીથી મૂંઝવણ ઊભી થઈ હતી. - Divya Bhaskar
ડભોઈ પાલિકાએ વર્ષ બજેટની સભા સફાઈ કામદારોની લડતના ડરથી પાલિકાના સભાખંડના બદલે સર્કિટ હાઉસ કરાયું હતું.પરંતુ સર્કિટ હાઉસમાં હાલ સમારકામને લઇ પ્રવેશબંધીથી મૂંઝવણ ઊભી થઈ હતી.
  • પાલિકા સભાખંડને બદલે સર્કિટ હાઉસ કરાતાં આશ્ચર્ય
  • 23 દિવસથી માગોને લઇ સફાઇ કર્મીઓની લડત ચાલુ છે

ડભોઇ નગર પાલિકા સામેજ પાલિકાના રોજમદાર સફાઇ કામદારો સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના નેજા હેઠળ પાછલા 23 દિવસથી બાકી પગાર અને પોતાની માંગણીઓને લઈ હડાતાળ પર ઉતરેલા હોવાથી તેમજ 31મી માર્ચના રોજ સમસ્ત વાલ્મીકી સમાજ તેમજ ભીમસેનાનું ડભોઇ પાલિકા સામે જ વિરોધ કાર્યક્રમનું આયોજન હોવાથી પાલિકાની સમગ્રસભાનું સ્થળ એજન્ડામાં તાત્કાલિક બદલી પાલિકાના સભાખંડની જગ્યાએ સર્કીટ હાઉસ કરી દેવાતા પાલિકાના સભ્યોમા પણ આશ્ચર્ય થવા પામ્યુ છે.

બીજી બાજુ ડભોઇ સર્કીટ હાઉસ ખાતે પણ આગામી તારીખ 08 અને 09મી એપ્રિલના રોજ સુપ્રિમ કોર્ટના જજ કેવડીયા કોલોની ખાતે જવાના હોવાથી નામદાર હાઇકોર્ટે ડભોઇ સર્કીટ હાઉસનુ સમારકામ અને રંગરોગાન કરાવવા માટેનો હુકમ આપેલ હોય મરામતની કામગીરી હેઠળ સર્કીટ હાઉસ હોવાના લખાણ સાથેના બેનર ચોંટાડી દીધેલા છે.

સર્કિટ હાઉસનુ બુકિંગ કરાવેલું નથી
આગામી તા-08 અને 09 મી માર્ચે ડભોઇ સર્કીટ હાઉસ ખાતે દેશની વડી અદાલતના જજ રોકાવાના હોવાથી સર્કીટ હાઉસને પ્રવેશબંધી કરી સમારકામનુ કામ શરુ કરાયુ છે. પાલિકાએ સર્કીટ હાઉસનુ બુકીંગ કરાવેલું નથી. >આર.જે.રોહીત(ડે.ઇજનેર), માર્ગ મકાન વિભાગ, ડભોઇ

​​​​​​​સમારકામ ચાલતું હોવાથી હજુ કન્ફર્મ નથી
સભાનુ સ્થળ સભાખંડને બદલે સર્કીટ હાઉસ કરાયું છે. પરંતુ સમારકામને લઇ કન્ફર્મ નથી. >જયકિશનભાઇ તડવી,ઇ. ચીફ ઓફીસર, ડ.ન.પા.

સર્કિટ હાઉસનો ઉપયોગ કરવા મંજૂરી લેવી પડે
સર્કીટ હાઉસનો ઉપયોગ કરવો હોય તો મંજુરી લઈ ભરણુ ભરી બુકીંગ કરાવવુ પડે. પાલીકાએ કોઇ બુકીંગ કે માર્ગ મકાન વિભાગની પરવાનગી મેળવેલ નથી. >યોગેશભાઇ ઠાકોર, વિરોધપક્ષના નેતા, ડ.ન.પા

અન્ય સમાચારો પણ છે...