તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેંચતાણ:ડભોઇમાં ભાન ભૂલેલા કોંગી કોર્પોરેટરને રહીશે તમાચા માર્યા

ડભોઇ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સદસ્યો અને રહીશોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો
  • સંકોચ અનુભવતા કોર્પોરેટરે બનાવ બાદ ચાલતી પકડી

ડભોઇ પાલિકાના માજી ઉપપ્રમુખ અને હાલના કોર્પોરેટર પોતાના જ મત વિસ્તારમાં જઈ કાયમી આદત મુજબ ડંફાશો મારી રહ્યા હતા. લોકોને જોઇ વધુ પડતા આવેગમાં આવી સભ્યતાનું ભાન ભૂલી ગયા હતા. કોંગી કોર્પોરેટરે પોતાનો રૂઆબ છાંટતા અસભ્ય વર્તન કરતા અને ગમેતેમ બોલતા વિફરેલા રહીશે કોંગ્રેસના કોર્પોરેટરના ગાલે જોરદાર તમાચા ચોડી દેતા ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. આખરે અન્ય સદસ્યો અને રહીશોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.

લોકટોળામાં સંકોચ અને શરમ અનુભવતા કોર્પોરેટરે બનાવ બાદ ચાલતી પકડી હતી. ધીમેધીમે નગરમાં વાત વાયુ વેગે પ્રસરી જતા ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.ડભોઇ પાલિકાના વોર્ડ નંબર-04 ના જનતાનગર વિસ્તારમાં ગત બોર્ડમાં પાસ થયેલ પીવાના પાણીની નવીન લાઇનનું કામ શરૂ થતાં કોંગ્રેસના કોર્પોરેટરો મત વિસ્તારમા જશ લેવા માટે ગયા હતા.

જ્યાં વિસ્તારના રહીશે પાછલા કેટલાક સમયથી લોકોથી અંતર બનાવી રાખનારા કોંગ્રેસના કોર્પોરેટરોને પીવાના પાણી અને રસ્તાની સમસ્યાઓથી વાકેફ કરતા લોકોને સંતોષકારક જવાબ આપવાને બદલે પાલિકાના માજી ઉપપ્રમુખ અને હાલ કોંગ્રેસ પક્ષેથી ચૂંટાયેલા સદસ્યએ ઉડાઉ જવાબ આપી સભ્યતા ભૂલી અશોભનીય વર્તન કરતા વિફરેલા રહીશે રૂઆબ છાંટતા કોંગી કોર્પોરેટરના ગાલ પર અડધો ડઝન તસતસતા તમાચા ચોડી દેતાં બન્ને બાજુના ગાલ લાલ થઈ જતા સભ્યતાનું ભાન થયું હતું.

તેવામાં અન્ય સદસ્યો અને લોકોએ વાત વધુ વણસતા અટકાવી દીધી હતી અને કોંગ્રી કોર્પોરેટરને સ્થળ પરથી રવાના કરી દીધા હતા. જે બનાવની વાત નગરમાં વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...