તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડભોઈમાં ફાયર સેફ્ટીની ટીમ દ્વારા 70 સ્થળોએ તપાસ હાથ ધરાઈ

ડભોઇ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોટલો,ગેસ્ટ હાઉસ, શાળા, કોલેજો અને પેટ્રોલ પંપો સહિતની જોખમી મિલકતો પર ફાયર સેફ્ટીની તપાસણી અર્થે કાર્યવાહી કરાઈ હતી. - Divya Bhaskar
હોટલો,ગેસ્ટ હાઉસ, શાળા, કોલેજો અને પેટ્રોલ પંપો સહિતની જોખમી મિલકતો પર ફાયર સેફ્ટીની તપાસણી અર્થે કાર્યવાહી કરાઈ હતી.
  • શાળાઓ, હોટલો, પેટ્રોલપંપો સહિતની મિલકતોને નોટિસ અપાઈ હતી
  • ફાયર સેફ્ટીની ટીમે ડભોઈ ફાયર સ્ટેશનની મુલાકાત લઈ સૂચનો આપ્યા

વડોદરા ફાયર રીજિયોનલ કચેરીની ટીમ દ્વારા ડભોઇ શહેરના 100 જેટલા મિલકત અને જુદીજુદી સંસ્થાના માલીકોને અગાઉ નોટિસો આપી ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા અને તેના પુરતા ઉપયોગ માટે માર્ગદર્શન મેળવી લેવા અંગેની નોટિસો આપી હતી. ત્યારે મંગળવારે બપોરના વડોદરાથી ફાયર સેફ્ટીની ટીમ તપાસ અર્થે આવી 70 જેટલી જગ્યાઓ પર તપાસ કરી કડક સૂચનો આપ્યા હતા.

ડભોઇના જાહેરમાર્ગોની બાજુમા આવેલા જુદીજુદી કંપણીના પેટ્રોલપંપો, શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, ગેસ્ટ હાઉસ, હોટલો સહીત 100 જેટલી મિલકતો અને સંસ્થાઓના માલીકોને સરકારની ગાઇડ લાઇન મુજબ વડોદરા ફાયર સેફ્ટી કચેરી દ્વારા નોટિસો આપવામાં આવી હતી. એક માસ જેટલા સમય પહેલા આપેલ નોટીસોના અનુસંધાને જાહેર મિલકતો અને આગની ઘટનાઓમા મોટી હોનારત સર્જે એવા ભયજનક કેન્દ્રોની ફાયર સેફ્ટીની ટીમે જાતે મુલાકાત લેતા પાણીનું નામ ભુ થવા પામ્યું હતું.

જેથી સરકારના પરિપત્ર મુજબ ફાયર સેફ્ટીની ટીમે આવી મિલકતોના વીજ, ડ્રેનેજ અને પાણીના કનેક્શનો કાપી નાંખવા સહિતના આકરા પગલા લેવાશેની ચીમકી પણ આપી દીધી હતી. તેમજ કેટલાકને બીજીવાર નોટીસો પણ પાઠવી હતી. તો જાત તપાસ અર્થે આવેલ ફાયર સેફ્ટીની ટીમે આગની હોનારત અને ફાયર સેફ્ટીનું જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. એટલુ જ નહી ડભોઇ ફાયર સ્ટેશનની મુલાકત લઈ ફાયર સ્ટેશનના કર્મીઓને સરકારની ગાઇડ લાઇનથી વાકેફ કરી જરૂરી કાર્યવાહી કરવા અને ધ્યાન રાખવા સહીત સલાહ સૂચનો પણ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...