તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ડભોઈમાં આવશ્યક સિવાયના વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી

ડભોઇ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેડિકલ, અનાજ, આવશ્યક સેવા સિવાયના તમામ, ધંધા રોજગાર સંપૂર્ણ રીતે બંધ

જિલ્લા કલેકટરના જાહેરનામાને બે માસનો સમય થવા આવ્યો છે. જ્યારે પ્રધાનમંત્રીની દેશ વ્યાપી લોકબંધીને પણ બે માસ પુરા થવાને એક સપ્તાહની વાર છે. ત્યારે આટલા સમયથી ડભોઇ નગરમાં માત્ર મેડીકલ, અનાજ, જીવન જરુરી ચીજ વસ્તુઓ આવશ્યક સેવા સિવાયના તમામ, ધંધા રોજગાર સંપૂર્ણ રીતે બંધ છે. હવે લોકોને ભુખે મરવાનો કે કફોડી સ્થિતિમાં જીવન જીવવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યુ છે. ત્યારે ડભોઇમાં ધંધા, રોજગાર શરુ થાય તે માટે જાહેર સેવા સાથે સંકળાયેલા રાજકીય, સામાજીક અને આર્થિક સધ્ધર વ્યક્તિઓએ આગળ આવવુ જરુરી છે.
પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો
ડભોઇમાં 700 જેટલા હીન્દુ-મુસ્લીમ ઓટો રીક્ષાના ચાલકો, કડીયાકામ કરતા કડીયા શ્રમિકો, લારી ગલ્લા પથારા કરતા મધ્યમ વર્ગના લોકો તેમજ તિજોરી કબાટના કામ સાથે સંકળાયેલા હજારો યુવાનો પાછલા બે માસથી કોરોના વાઇરસની મહામારી અને સંક્રમણને લઈ સરકારને સાથ સહકાર આપવા હેતુ ઘરમાં જ બેઠાડુ જીવન ગુજારી રહ્યા છે. બીજીબાજુ વેપારી મહાજન મંડળના અમુક વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખવાની જ હીમાયત કરતા હોય નગરની દુકાનો ખુલે કે લારી પથારા બજારમાં લાગે કે પોલીસ દમનનો ભોગ બનતા સ્વમાની લોકોને જીવન દુષ્કળ લાગી રહ્યુ છે. પાછલા એક માસ પહેલા ડભોઇની રામટેકરી વિસ્તારમાં રહેતો ઇસમ લુંટના બનાવમાં પોલીસમાં હજાર થતા તેને તબીબી ચેકઅપ કરાવતા કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેથી એક હે.કો. પણ પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યારે તાલુકાના કાયાવરોહણ ગામે પી.એચ.સી.ના બે કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો