તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણમાં ગરમાવો:ડભોઈ તાલુકામાં 200 જેટલા કોંગી કાર્યકરો BJPમાં જોડાતાં ગરમાવો

ડભોઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગી પદાધિકારી, કાર્યકરો, સરપંચ, ડે. સરપંચે છેડો ફાડ્યો

વિધાનસભા 2022ની ચૂંટણીઓ હવે આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીના શ્રીગણેશ કરાયા છે. આ સંજોગોમાં ડભોઇ તાલુકા ભાજપ દ્વારા પ્રથમ તબક્કે જ કોંગ્રેસના ઘરમાં મસમોટું ગાબડું પાડી ભાજપા પોતાના સંગઠનનો વ્યાપ વધારી રહ્યું છે. તાલુકાના કંઈ કેટલાય નામાંકિત કોંગ્રેસ પ્રેરિત સરપંચો, ડેપ્યુટી સરપંચ, યુવા મોરચાના હોદેદારો સહિત 200 કોંગ્રેસી કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપામાં જોડાતા ડભોઇ પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

જોડાયેલા તમામ કાર્યકર્તાઓને દર્ભાવતિના ધારાસભ્ય શૈલેશ મહેતાએ કેસરીયો ખેસ ઓઢાડી આવકાર આપ્યો હતો. તાલુકાના નવીમાંગરોળ ગામના કોંગ્રેસના સરપંચ સંજય ઠાકોર, ભીમપૂરા સરપંચ ચિંતન વસાવા, ડેપ્યુટી સરપંચ જગદિશભાઈ રોહિત ઉપરાંત સાઠોદના યુવા મોરચા ઉપપ્રમુખ ચૈતન્ય બ્રહ્મભટ્ટની આગેવાનીમાં 50 જેટલા યુવકોએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. ચનવાડાના ડેપ્યુટી સરપંચ ઇનાયતભાઈ કુરેશી અને કરણેટના અજય ભાટીયા પણ દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...