ડભોઇ નગર પાલિકા દ્વારા શુક્રવારના રોજ વર્ષોથી ઘર કરી ગયેલા અને ખેડૂતો માટે અભિશાપરૂપ વરસાદી પાણીના નિકાલની સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું. શુક્રવારે રૂપિયા 10 લાખના ખર્ચે વોશિંગ પદ્ધતિ સાથે નવીન કાસ્ટ માટે વિસ્તારના ધારાસભ્યના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.
નગરનું ડ્રેનેજનું પાણી સેવતું તળાવ વરસાદમાં ઓવરફ્લો થઈ જતું હોય છે. જેને પગલે આસપાસની 100થી 150 વીંગા જમીનના પાકને છેલ્લાં 3 વર્ષ થઈ ભારે નુકસાન થતું હોય શક્રવારે આ પાણીના નિકાલ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રૂા. 10 લાખના ખર્ચે પુસિંગ પદ્ધતિથી નવીન કાસ માટે ભૂમીપૂજન કરવમાં આવ્યું હતું. જૂન માસના છેલ્લાં અઠવાડિયાથી વરસાદી સિઝન શરૂ થઈ જાય છે. ત્યારે ડભોઇ નગરમાં પાલીકા તંત્ર દ્વારા પ્રીમોન્સુન કામગીરી વહેલી તકે ચાલુ કરવાના હેતુ સાથે નગરમાં નીચાણવાળા તેમજ ખેતરોને પાણી ભરાતા નુકશાન ન થાય તે હેતુ સાથે નગરના ડ્રેનેજના આપાણીને સ્ટોર કરતું તળાવ તિલકવાડા રોડ ઉપર આવેલ છે. આ તળાવમાં વરસાદ સિઝનમાં પાણી ભરતા ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતાં હોય અને ખેતીમાં નુકશાન થતું હોય છે. ત્યારે પાલીકા દ્વારા પાણીના નિકાલ માટે એક કાંસ બનાવી વરસાદી પાણીનો નિકાલ નગરથી દૂર લઈ જવા રૂા. 10 લાખના ખર્ચે કાંસ બનાવવાના શુક્રવારથી શ્રી ગણેશ થઈ ગયા છે. જેને લઇ છેલ્લા ત્રણ વર્ષથી સિઝનમાં માત્ર એક જ પાક લેતા ખેડૂતોને હવે ત્રણે સિઝનનો લાભ મળનાર હોઈ તેઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.