આદાર્શ આચારસંહીતાનો કડક અમલ:ડભોઇમાં મતદાન મથકો પાસે પ્રતિબંધિત હદ નક્કી કરી સફેદ પટ્ટા મારવામાં આવ્યાં

ડભોઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાન મથક દર્શાવતા એરા અને લખાણ પણ કરવામાં આવ્યા

ડભોઇમા વિધાનસભાની ચૂંટણીને લઈ આદર્શ આચારસંહીતાના કડક અમલ માટે અને મતદાન મથકોથી લોકટોળાઓ, વાહનો, રાજકીય પ્રચાર પ્રસારના સાહીત્યને દુર રાખવાના નિયમોનુ કડક પાલન કરવાના આશય સાથે 100 મીટર અને 200 મીટરની હદના લખાણ સાથે સફેદ પટ્ટા મારવાની કામગીરી કરાઇ હતી. તેમજ મતદાન મથક દર્શાવતા એરા અને લખાણ પણ કરાયા હતા.

ડભોઇમા સરકારી તંત્ર દ્વારા ચૂંટણી અધિકારીની આદર્શ આચારસંહીતાના કડક અમલની સુચનાને લઈ મતદાન મથકો દર્શાવતા એરા અને લખાણ જેતે મતદાન મથકો પર સફેદ પાકા કલર દ્વારા લખાયા હતા. એટલુ જ નહી મતદાન મથકોથી 100 મીટર અને 200 મીટરનુ અંતર દર્શાવતા સફેદ પટ્ટા અને આંક પણ સફેદ પાકા કલરથી જ દર્શાવાયા હતા. જેથી લોકોને પ્રતિબંધીત વિસ્તારની સમજ સાથે જાગૃતિ આવે. આગામી તારીખ - 5 ડીસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની નિષ્પક્ષ ચૂંટણી માટે આદાર્શ આચારસંહીતાનો કડક અમલ કરાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...