અંધારપટ:ડભોઇ CHCમાં 6 માસથી કેમ્પસમાં અંધારપટ છવાયો

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારના સંખ્યાબંધ દર્દીઓ આરોગ્યકેન્દ્રમાં આવે છે
  • મહિનાઓથી લાઈટો તૂટેલી પણ તંત્ર ઘોર નિંદ્રામાં

ડભોઇ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નગર અને તાલુકા માટે આશીર્વાદરૂપ છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના સંખ્યા બંધ દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે. પરંતુ છેલ્લા 6-8 મહિનાથી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટ્રીટ લાઈટ તૂટી પડી હોવાને કારણે બહાર કેમ્પસમાં અંધારપટ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેને કારણે રાત્રી સમયે આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતોહોય છે. મુખ્ય પી.એમ. રૂમ તરફ જવાના માર્ગ ઉપર અંધારપટ હોવાને કારણે રાત્રીના પી.એમ અર્થે આવતા લોકોને હાલાકી પડતા સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માગ ઉઠી રહી છે.

ડભોઇ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંખ્યા બંધ દર્દીઓ સારવાર માટે ડભોઇ આવતા હોય છે રાત્રી સમયે આવતા દર્દીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્રની કેમ્પસ તેમજ પી.એમ. રૂમ તરફની લાઈટો બંધ રહેતા ભારે હાલાકી પડતી હોય છે. છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો તૂટી પડી છે. જેને કારણે અંધારપટ જેવી સ્થિતિ નિર્માણ પામે છે. જ્યારે કોઈ સાગને લઈ પી.એમ અર્થે આવાનું થાય તો ભારે જહેમત બાદ પી.એમ રૂમ સુધી જવું પડે છે. હોસ્પિટલ દ્વારા હાલમાં જ હોસ્પિટલનું મેન્ટનન્સ કરવા આવ્યું પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ ન કરતા દર્દીઓ તેમજ સબંધીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે તો તબીબોને પણ હાલાકી પડી રહી હોય તંત્ર દ્વારા વહેલી તકે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...