તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્પ દંશ:ડભોઇમાં પ્રજ્ઞાચક્ષુ યુવકને સર્પે દંશ દેતાં મોત નીપજ્યું

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમુખી હનુમાનજી મંદિર સામે બનેલી ઘટના

ડભોઇ સાઠોદ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર સામે બનેલી ઘટનામાં શર્પદંશથી એક યુવકનું મોત નિપજ્યું હતું. સાપને રેસક્યું ટિમ દ્વાર ઝડપી લેવાયો હતો.

ડભોઇ સાઠોદ રોડ ઉપર આવેલ વેરાઈમાતા વસાહત -2માં રહેતા રાજેન્દ્રભાઈ ધનજીભાઈ તડવીનાઓ પોતાના ઘરમાં બનાવેલ મંદિરમાં પૂજા કરવા જતાં હતા. તે અસરસમાં ભગવાનના ફોટા પાછડ છુપાઈ રહેલા કોબ્રા પ્રજાતીનો સાપ હાથ ઉપર દંશ દેતા યુવક રાજેન્દ્ન્રભાઈ તડવીનું મોત નીપજયું હતું.

સમગ્ર બનાવમાં પરિવારમાંથી મળતી માહિતી મુજબ યુવક આંખે જોઈ શકતો ન હતો. સાપ દેખાયો નહીં હોય અને દંશ મારી દીધો હશે. યુવકના મોત નિપજતા આ વિસ્તારના કોર્પોરેટર અજયભાઈ રાઠવા દ્વારા ડભોઇ વનવિભાગના આર.એફ.ઑ. એન.એન.બારીયા તેમજ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના વૈભવ પટેલ અને તેની ટિમને જાણ કરતાં રોનક રાવલ, મેહુલ બારીયા અને આકાશ વસાવા સહિત યુવકોની ટિમ ઘટના સ્થળે પહોંચી ભગવાનના ફોટા પાછળ છુપાઈ રહેલા કોબ્રા પ્રજાતીના 4 ફૂટના સાપને રેસક્યું કરી વનવિભાગને સોપવામાં આવ્યો હતો. આ બનાવ બનતા પોલીસ દ્વારા યુવકનું પી.એમ. કરવી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...