તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ડભોઇમાં 7 અપક્ષો, 1 કોંગ્રેસ અને 1 આપ પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી

ડભોઇ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ-5માં કોંગ્રેસના મહિલા ઉમેદવારે અને વોર્ડ-8માંથી આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

ડભોઇ નગરપાલિકાના 09 વોર્ડની 36 બેઠકો માટેની ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. જે માટે કોંગ્રેસ પાર્ટીને વોર્ડ-01 અને વોર્ડ-07 ઉમેદવારો જ ન હોય ત્યારે મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ હોય વોર્ડ-05ના કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લેતા 27 ઉમેદવારો સાથે કોંગ્રેસ પાર્ટી શ્રોભજનક પરિસ્થિતિમા મુકાઇ હતી. જ્યારે આપના ઉમેદવારે વોર્ડ-08માંથી પરત ખેંચ્યું હતું. જ્યારે વોર્ડ-07 અને વોર્ડ-06માંથી બે મળી 7 અપક્ષોએ પણ પોતાની ઉમેદવારી ભાજપાના સમર્થનમાં પરત ખેંચી હતી.

ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.જીમીત ઠાકરે કોંગ્રેસમાં પોતાની અવગણના અને ટિકિટોની વહેંચણીમાં ભાજપ સાથે સેટિંગનો ગંભીર આરોપ લગાવી પાર્ટીમાંથી રાજીનામું લખી નાખ્યું હતું. કારણ કે કોંગ્રેસ કાર્યાલયથી ઉમેદવારોની પસંદગી થવાને બદલે રાધે કોમ્પ્લેક્ષથી આખી પ્રક્રિયા થઈ હોય પસંદગી પ્રક્રિયા જ શંકાસ્પદ જણાઇ હતી. બીજીબાજુ પ્રથમથી જ વોર્ડ-01 અને વોર્ડ-07માં કોંગ્રેસના ઉમેદવારો જ ન ઉભા રાખતા ભાજપને 7 બેઠકોની ભેટ ધરી દીધી હતી. ત્યાં મુસ્લિમ મતોના સૌદાગર પણ મુસ્લિમ સમાજની નારાજગી અને ભાજપ તરફે મુસ્લીમ સમાજનો ઝોક વધી જતા ચિંતાતૂર બની ગયા હતા.

ત્યારે મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ હોવાથી અનુસૂચિત આદિજાતિની મહિલા બેઠકના વોર્ડ-05ના ઉમેદવાર પુષ્પાબેન રાઠવાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પાટીયા હાલી જવા પામ્યા છે. જ્યારે વોર્ડ-08માંથી આપ પાર્ટીના ઉમેદવાર ઐયુબભાઇ તાઇ, વોર્ડ-7માંથી અપક્ષ હિરેનભાઇ શાહે તેમજ વોર્ડ-06માંથી મુકેશભાઇ શાહ(દાલ)એ પણ પોતાની ઉમેદવારી ભાજપાના સમર્થનમા પરત ખેંચી હતી. એ સાથે કુલ 7 અપક્ષોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા રાજકીય માહોલ સ્પષ્ટ થવા પામ્યો છે.

જ્યારે વોર્ડ-03, વોર્ડ-04 અને વોર્ડ-05મા પણ ભાજપાની જ બેઠકો ચૂંટાઇ આવશે ના સ્પષ્ટ એંધાણ વર્તાતા હોય કોંગ્રેસ પાર્ટીનું ડભોઇ નગરમાં અસ્તિત્વ જોખમમાં મુકાઇ જવા પામ્યુ છે. ડભોઇ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે કોઇપણ જાતનો વિચાર વિમર્શ કર્યા વિના જ લીલીઝંડી આપી દીધેલ હોય જેમાં હુ તુ ને મંગળદાસની નીતિથી જ સમગ્ર પ્રક્રિયા થતા હવે તેના માઠા પરીણામો સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં સર્જાયેલી રાજકીય પરિસ્થિતિથી ડભોઇ નગર પાલિકામાં ભાજપનું બોર્ડ બહુમતિથી સત્તા બિરાજમાન થશે તેવું રાજકીય વિશ્ર્લેષકો સ્પષ્ટ રીતે માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો