દીપડાનો ભય:ડભોઇના ભીમપુરામાં ઓરસંગ નદીના કોતરમાં દીપડો દેખાયો

ડભોઇ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે ખેતરોમાં પાણી વાળવા જતા ખેડૂતોમાં ભય

ડભોઇ તાલુકાના પાદરેથી નીકળતી ઓરસંગ નદીના કાંઠા વિસ્તારના ભીલોડીયા, રામપુરા, આસગોલ, નાગડોલ, ધર્માપુરા અને સામે છેડેના ભીમપુરા સહિતના ગામોના કોતરો જંગલો અને વન્ય જીવોના રહેણાંક માટે ખુબજ પ્રચલીત વિસ્તારો છે. વર્ષોથી આ વિસ્તારોમા રાણીપશુઓ અને જંગલી જનાવરો, દુર્લભ પ્રજાતીના પક્ષીઓ પણ દેખા દેતા રહ્યા છે.

લાકડા ચોરો જંગલો સાફ કરી રહ્યા હોય ઓરસંગ કીનારાના અસંખ્ય વૃક્ષોનુ નિકંદન નિકળી જવા છતા વનખાતુ મુક અવસ્થામા પોઢી રહ્યુ હોવાથી હવે વન્ય જીવો પણ પોતાના સલામત વિસ્તારો માટે ગામોમા દસ્તક દઈ રહ્યા છે. ત્યારે ગતસાંજે ભીમપુરા ગામની ઓરસંગ નદીની કોતરમા દીપડો ફરતો દેખાતા વાહન ચાલકે ખેતરના શેઢેથી વિડીયો ઉતારી ગ્રામજનોને બતાવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...