પ્રોજેક્ટ મુકેથી વર્ષમાં એક જ વાર મીટિંગ બોલાય તો એ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થાય ગત મિટિંગમાં જે મુદ્દે ચર્ચાઓ થઈ એ જ મુદ્દે ફરી એજ ચર્ચાઓ તો વર્ષ દરમિયાન અમલીકરણ કેટલું? જેવા વેધક સવાલો દર્ભાવતિના ધારાસભ્ય શૈલેશ મહેતાએ શુક્રવારે યોજાયેલી વડોદરા જિલ્લા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ સમિતિની જિલ્લા કલેકટર આર.બી બારડના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ મિટિંગમાં ડભોઇ ખાતેથી ઉભા કર્યા હતા.
વડોદરા જિલ્લા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બાબતેની શુક્રવારે ઓનલાઈન મીટિંગ જિલ્લા કલેક્ટર આર. બી. બારડના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. એમાં ડભોઇ ખાતે પ્રાંત અધિકારી અને લાગત અધિકારીઓ સહિત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ડભોઇ કોન્ફરન્સ હોલમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે ડભોઇના પ્રશ્નોની વાત આવતા વઢવાણા પ્રોજેક્ટ તેન તળાવ ચાંદોદ કરનાળીનો સંગમ ઘાટ અને ડભોઈ ગઢ ભવાની માતાનો મંદિર પ્રોજેક્ટ તેમજ બહાર આવેલ ગોવિંદ તળાવના પ્રોજેક્ટ બાબતે ધારદાર રજૂઆતો કરી હતી.
આ પ્રત્યેક પ્રોજેક્ટની વાતો કરવા જઈએ તો મોટાભાગના પ્રોજેક્ટ બે-અઢી વર્ષ પૂર્વેના તો કોક વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવ્યા છે. તેમ છતાં તમામ પ્રોજેક્ટની અંદર કોઈપણ પ્રકારની પ્રગતિ જણાતી ન હોય પ્રથમ તબક્કે જ વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે પ્રોજેક્ટ શરૂ થયેલ છે.
જો વર્ષે તો આ પ્રોજેક્ટમાં પ્રગતિ ક્યારે આવે નહીં આ બાબતે અધિકારીઓએ ફળ મુલાકાત લઇ પ્રગતિના અહેવાલો મંગાવી પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ થાય એ બાબતની તકેદારી રાખવી જોઈએ વાત વઢવાણા પ્રોજેક્ટની કરીએ તો જથ્થો વધારવા બાબતેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોય ઓકે સ્પષ્ટતા કરવા બાબતે સવાલ ઉઠાવ્યો ઐતિહાસિક ગઢભવાની માતાના મંદિર માટે 324 લાખનો પ્રોજેક્ટ જિલ્લામાંથી મંજૂર કરી દેવામાં આવ્યો છે. પરંતુ સરકારમાં આજે પણ પેન્ડિંગ છે. તે બાબતે સવાલો ઉઠાવ્યા ચાંદોદ કરનારી સંગમ ઘાટ માટે ઊંડાઈ 14 મીટરની મંજૂર કરવામાં આવ્યું છે.
પરંતુ ખરેખર ત્યાં તાતી જરૂરિયાત 19 મીટરની છે. તો તે મુજબ થાય તેવી રજૂઆત કરી પ્રેમ કરવાનો પ્રોજેક્ટ શ્રી ગણેશ થયા ત્યારથી માત્ર તળાવની સફાઇ અને સાધન કર્યા પછી કોઈપણ પ્રકારની પ્રગતિ થઈ નથી. જે બાબતે દરખાસ્તો પણ હજુ સરકારમાં પેન્ડિંગ છે. આ તમામ બાબતોનો સત્વરે નિકાલ આવે તે માટે ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. આમ એક વખત પ્રોજેક્ટ હાથમાં લીધા બાદ ત્યાં સુધી પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમયાંતરે મીટીંગ બોલાવી પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા બાબતે વિસ્તારના ધારાસભ્ય શૈલેશ મહેતાએ આ મિટિંગમાં ભાર મૂક્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.