સહાય:ચાંદોદમાં હોમગાર્ડ જવાનના પરિવારને મરણોતર સહાય પેટે રૂ.77500નો ચેક અર્પણ કરાયો

ચાંદોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાંદોદ-માંડવા હોમગાર્ડ સબ યુનિટમાં ફરજ બજાવતા સભ્ય કનૈયાલાલ સુરેશભાઈ નાઇનું ટૂકી માંદગી બાદ 1 ઓક્ટોબર 2019ના રોજ અવસાન થયું હતું. જેઓના પરિવારને મરણોત્તર સહાય મળી રહે તે માટે  રાજ્ય વેલફેરફંડમાં મદદનીય માંગણી કરવામાં આવી હતી. જે અનુસંધાને રાજ્ય વેલ્ફેર ફંડમાંથી અવસાન સહાય 75 હજાર અને મરણોત્તર સહાય પેટે 2500 રૂપિયા આમ કુલ 77500 રૂપિયા મંજૂર થતાં આજરોજ ચાંદોદ હોમગાર્ડ યુનિટ ઓફિસ ખાતે જિલ્લા કમાન્ડર ગૌરાંગભાઈ જોશી, સિનિયર ઓફિસર જીગરભાઈ પંડ્યા તેમજ ચાંદોદ યુનિટ કમાન્ડર વિરેન્દ્ર સિંહ રાઠોડના હસ્તે હોમગાર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં મૃતક જવાના વારસદાર પત્ની રમીલાબેન કનૈયાલાલ નાઇને સહાય ચેક અર્પણ કરાયો હતો. 

અન્ય સમાચારો પણ છે...