તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો ચિંતાતુર:ડભોઈ પંથકમાં મધ્યરાત્રીએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ડભોઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારની રાત્રે અચાનક ધમાકેદાર વરસાદ પડતા ખેડૂતોનો ખરાંમાં પડેલો તૈયાર ડાંગરનો પાક પલડી ગયેલો નજરે પડે છે. - Divya Bhaskar
શુક્રવારની રાત્રે અચાનક ધમાકેદાર વરસાદ પડતા ખેડૂતોનો ખરાંમાં પડેલો તૈયાર ડાંગરનો પાક પલડી ગયેલો નજરે પડે છે.
  • વરસાદી વાતાવરણમાં ડભોઈ પંથક ભીંજાયું : ડાંગર, કપાસ દિવેલાના તૈયાર માલ પલળી જતાં ભારે નુકસાન

અરબી સમુદ્રમાં થોડા દિવસ પૂર્વે તાઉતે જ્યારે આ સાથે પણ સમુદ્રમાં વાવાઝોડું સર્જાતા અચાનક ગુજરાતમાં પણ મોસમને કરવત બદલી નાખી છે. હવામાન ખાતા દ્વારા બે દિવસ વરસાદની આગાહીને પગલે શુક્રવારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. તો ખેતરોમાં ઉભો પાક અને તાલુકાના ગામડાના ખરામાં ગુણબંધી તૈયાર માલને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે.

સમુદ્રમાં સર્જાયેલા તોફાનોની અસર આધારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ વહેલો પડવાની આગાહી આગળ આવીને ઊભી થઈ ગઇ છે. ડભોઇ પંથકમાં શુક્રવારે મોડી રાત્રે મોસમે કરવટ બદલતા અમી છાંટા સાથે ભારે પવન ફૂંકાયો હતો. જો કે થોડો સમય બાદ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતાં નગરના રોડ રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયું હતું. જ્યારે ડભોઇ તાલુકાના પણસોલી, અકોટાદર, ટીંબી, વઢવાણા વિસ્તારના ખેડૂતોએ આશરે 1000 એકર જમીનમાં પ્રથમ વાર જ પકવેલ ઉનાળું ડાંગર સહિતના ઉતરેલા પાકને ખેડૂતો દ્વારા પોતાના ગામ ખરામાં ઢાંકી બજારમાં વેચવાની તૈયારીઓમાં જ હતા. ત્યાં શુક્રવારની રાત્રે અચાનક પડેલા વરસાદે ડાંગર, કપાસ, બાજરી, દિવેલા સહિતના પાકો પલડી જતાં ભારે નુકસાન થવા પામ્યું હતું. જેને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

દર વર્ષે ચોમાસાનો જુલાઇ માસથી પ્રારંભ થતો હોય છે. આ વર્ષે ચોમાસાનો વરસાદ વહેલો હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો હાલમાં જ તાઉતે વાવાઝોડાએ તબાહી સર્જી હતી. જેમાં પણ ઘણા ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું હતું. ખેતીમાં થયેલ નુકસાન સામે સરકાર દ્વારા હજી તો સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે પુનઃ ખેડૂતોના પાક પલડી જતાં ભારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...