તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ચાંદોદમાં વીજ કંપનીના અણઘડ વહીવટને પરિણામે લોકોને હાડમારી

ચાંદોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીજ પ્રવાહ બંધ થતાં પોસ્ટ, બેંકોના કામ અટકી ગયા
 • રવિવારે મેન્ટેનન્સ કામગીરી કર્યા બાદ સોમવારે ફરી વીજ પુરવઠો બંધ કરાતાં લોકોમાં રોષ

તીર્થધામ ચાંદોદ ખાતે વિદ્યુત કચેરીના મનસ્વી નિર્ણય અને અણઘડ વહીવટને પરિણામે કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતા છેલ્લા બે દિવસથી પંથક વાસીઓ સહિત આવનાર યાત્રિકો- શ્રદ્ધાળુઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. એટલું જ નહીં વીજ પ્રવાહ એકાએક બંધ થતાં પોસ્ટ-બેંકો તથા ઓનલાઇન શિક્ષણ મેળવતા વિધાર્થીઓ ઉપરાંત બીએસએનએલ આધારીત તમામ સુવિધા બંધ રહેતા પ્રજાને હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બ્રોડગેજ રેલવે સુવિધા કાર્યરત કરવા સરકાર તરફથી વેગવંતી કામગીરી કરાઈ રહી છે.

ત્યારે 6 ડિસેમ્બરને રવિવારના રોજ આવી જ કામગીરીને અનુલક્ષી સવારે 8-00થી સાંજના 6-00 સુધી વીજ પુરવઠો વિદ્યુત કચેરી દ્વારા બંધ રાખવામાં આવ્યો હતો અને જે અંગેની જાહેરાત પણ કરાઇ હતી. પરંતુ અણગઢ આયોજનના અભાવે કામગીરી પૂર્ણ ન થતા રાત્રિના 9-30 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેતા ચાંદોદ પંથક સહિત વીજ કચેરી સંલગ્ન અનેક ગામવાસીઓ પારાવાર હેરાન થયા હતા. તો 7 ડિસેમ્બરને સોમવારના રોજ કોઈ પણ પ્રકારની આગોતરી જાહેરાત વિના જ દિવસના 11-00 કલાકથી એકાએક વીજ પુરવઠો બપોરના 4-00 કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો.

આમ સતત બીજા દિવસે પણ પોસ્ટ-બેંકો ઓનલાઇન શિક્ષણ, બીએસએનએલ આધારીત તમામ સેવાઓ ઠપ્પ થઈ જતા પંથક વાસીઓએ રોષે ભરાઈ વીજ કંપનીના મનસ્વી વહીવટ સામે ફિટકાર વરસાવ્યો હતો.ત્યારે આગામી દિવસોમાં જરૂરી કામગીરી અર્થે વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડે તો વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓની જરૂરી સલાહ સુચન સાથે સુચારું આયોજન દ્વારા પ્રજાને નિયત સમયે વીજ પૂરવઠો મળી રહે તેવા આયોજન હાથ ધરાય તેવી પંથક વાસીઓ માંગ ઉચ્ચારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો