દક્ષીણ અમેરીકામા નીચલો, મધ્યમ અને ઉપરનો એમેઝીન નદીનો તટપ્રદેશમાંથી મુળ વસવાટ સાથે વિશ્વમા શુદ્ધ અને વહેતા પાણીમા પોતાનું સામ્રાજ્ય જમાવી જળચર સૃષ્ટી માટે આફત રુપ અને ઇકો સિસ્ટમને ડીસ્ટર્બ કરનારી સકર માછલી નર્મદા નદીમા તિલકવાડા તાલુકાના વડવાળા ગામના નર્મદા નદીમા માછીમારી કરતા માછીમારોની જાળમા આવી હતી. જે બાદમા બે કલાક સુધી પાણીની બહાર હોવા છતાં જીવિત રહ્યા બાદ માછીમારોએ તેને ફરી નર્મદામાં પધરાવી દીધી હતી.
એક્વેરીયમ (માછલી ઘર)મા આકર્ષક દેખાવ અને શો પીસ માટે રાખવામા આવતી સકર ફિશ સામાન્ય રીતે નદી, જળાશયો અને તળાવોમા વસવાટ કરે તો સ્થાનિક જળચર જીવસૃષ્ટીને ડીસ્ટર્બ કરી દે છે. એટલુ જ નહીં નાની-મોટી અન્ય પ્રજાતિની માછલીઓ અને નાના-મોટા જીવજંતુઓને ખાઈ જઈ સકર ફિશ પોતાનુ સામ્રાજ્ય જમાવી દે છે. નદીમાં કે જળાશયોમાં બનતી શેવાળોને પણ આરોગી જાય છે. અમેરિકામાં 1878માં તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તે સામાન્ય રીતે તળીયે રહેતી માછલી છે.
જળચર વનસ્પતિ અથવા જળાશયોના કિનારાને બોરો અને ટનલીંગ દ્વારા નાશ કરે છે. સકર ફિશ ભારતમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. ગંગા અને યમુના નદીની ઇકો સિસ્ટમને ડીસ્ટર્બ કરવામા એમેજોન સેઇલફીન કેટફિશ (સકર ફિશ)નો મોટોફાળો રહ્યો છે. માનવ જીવન માટે પણ તેને ખતરારુપ મનાવામા આવેલ હોવાનો અભ્યાસ છે.
નદીઓ-જળાશયોની ઈકો સિસ્ટમને સકર ફિશથી ખૂબ જ મોટું નુકસાન થયેલ છે
મૂળ દક્ષિણ અમેરિકાની એમેજોન નદીની વસવાટી સકર ફિશ ઇકો સિસ્ટમને ખૂબ જ ડિસ્ટર્બ કરનારી મનાય છે. તે નદી અને જળાશયોમા વસવાટ કરતા સ્થાનિક જીવોને શિકાર કરવા, ડરાવવા અને વસવાટ કરવાના વાતાવરણને પણ બગાડી મુકે છે. તેના શરીરના અનોખા બખ્તરને કારણે તે માછીમારોના ઘેરાવાને તોડવા પણ ખૂબ જ સક્ષમ હોય છે. નદીઓ અને જળાશયોની ઇકો સિસ્ટમને સકર ફિશથી ખૂબ જ મોટું નુકસાન થયેલ છે. - પ્રો.પ્રદિપસિહ મંકોડી, નિવૃત્ત પ્રાધ્યાપક, પ્રાણીશાસ્ત્ર વિભાગ, એમ.એસ.યુનિવર્સિટી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.