ભાસ્કર વિશેષ:લોકોને કાનૂની પાસાઓથી વાકેફ કરવા માર્ગદર્શન અપાયું

ડભોઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આયોજિત કાનૂની શિક્ષણ શિબિર

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના ઉપક્રમે તાલુકા કાનૂની સેવા સેવા સમિતિ ડભોઇ દ્વારા આયોજિત કાનૂની શિક્ષણ શિબિરનું ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વકીલોની જુદીજુદી ટીમો બનાવી આયોજન કરાયું હતું. જેમાં લોકોને કાનૂની જાણકારીથી વાકેફ કરવા સાથે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો અથવા મહિલાઓ અને બાળકો તેમજ માનવના ગેરકાયદેસર વેપારનો ભોગ બનેલા કુદરતી આફતોનો ભોગ બનેલી વ્યક્તિ કે પરિવારો જેની વાર્ષિક આવક એક લાખ રૂપિયા કરતાં ઓછી હોય તેવી વ્યક્તિ કે પરિવારોને મફત કાનૂની સહાય મળતી હોય છે.

ડભોઇ તાલુકાના કાયાવરોહણ તેમજ તેની આજુબાજુના વિસ્તારમા આવેલા ગામો તેમજ વઢવાણા તેમજ તેની આજુબાજુના વિસ્તારના ગામો સહિત ડભોઇ તાલુકામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તાલુકા કાનુની સેવા સમિતિના બેનર હેઠળ પેનલ એડવોકેટ બી.એસ.પાઠક,સ્પીકર એડવોકેટ લતીશભાઇ પટેલ,વકીલ હર્ષિલભાઇ જોષી, કોર્ટ સ્ટાફના ધવલ દવે તેમજ પેરાલીગલ અચલભાઇ ગાંધી કાયાવરોહણ તરફેના ગામોમા મફત કાનુની સેવાની જાણકારીના કાર્યક્રમ હાજર રહ્યા હતા.

સીની.વકીલ બી.એસ.પાઠકે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે એસ.ટી., એસ.સી. સમાજના લોકો કુદરતી આફતોનો ભોગ બનેલા લોકો, અથવા વાર્ષિક આવક એક લાખ રુપિયાથી ઓછી ધરાવતા લોકો ને મફત કાનુની સેવા લેવાનો અધિકાર હોવા અંગેની લોકોને જાણકારી અપાઇ હતી.એટલુજ નહી તાલુકા ન્યાયાલયથી સર્વોચ્ચ ન્યાયાલય સુધી મફત અને સક્ષમ કાનુની સલાહ અને સહાય મેળવી શકાય છે. ગ્રામ્ય વિસ્તારોના લોકો ને ખુબજ વિસ્તાર પુર્વકની સચોટ, સરળ અને વિસ્તરણ પુર્વકની માહીતી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...