આપઘાત:ડભોઇમાં GRD જવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી

ડભોઇ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા સમયથી માનસિક રીતે અસમંજસમાં હોવાનું જાણવા મળ્યું
  • જવાનને​​​​​​​ સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ બાદ વડોદરા ખસેડાયો

ડભોઇમા ગ્રામરક્ષક દળ વિભાગમા નોકરી કરતા જવાને અગમ્ય કારણોસર બપોરના ઝેરી દવા પી લેધી હતી. ઘટનાને પગલે પોલીસ અને જી.આર.ડી. જવાનોમા દોડધામ મચી જવા પામી હતી. સ્થળ પર હારજ જવાનોએ તાત્કાલીક સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમા લઈ જતા ફરજ પરના તબીબે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડભોઇ ગ્રામરક્ષક દળમા ફરજ બજાવતો હીરેન સુર્યકાંત સોની પાછલા થોડા સમયથી માનસિક રીતે અસમંજશમા રહેતો હોવાનુ જાણવા મળેલ છે. ત્યારે શનિવારે બપોરના ડભોઇ પોલીસ સ્ટેશનમા આવેલા જી.આર.ડી. જવાન હીરેન સોનીએ પોતે ઝેરી દવા પી લીધેલ હોવાનું જાહેર કરતા અને તેની તબીયત લથડતા પોલીસ જમાદાર અને પોલીસ કોન્સ્ટેબલે અન્ય જી.આર.ડી. જવાનોની મદદથી હીરેન સોનીને ઉંચકીને વાહનમા સુવડાવી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમા સારવાર અર્થે લઈ જવાયો હતો.

જ્યાથી ફરજ પરના તબીબે વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરતા વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયો હતો. ડભોઇ જી.આર.ડી.એ ઝેરી દવા પી જીવન ટુંકાવી નાખવાનો પ્રયત્ન કરતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...