કામગીરી:સુંદરકુવા પ્રાથમિક મિશ્રશાળાના પ્રાંગણમાંથી કચરો દૂર કરાયો

ડભોઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદકીને લઈ શાળાના વિદ્યાર્થીઓ ત્રાહીમામ પોકારી ગયા હતા

જિલ્લા પંચાયત હસ્તકની ડભોઇના સુંદરકુવા વિસ્તારમા આવેલી સુંદરકુવા પ્રાથમિક મિશ્રશાળામા ફાઇબરના ઓરડાઓની પાછળ પાછલા કેટલાક સમયથી કચરો અને ખદબદતી ગંદકીને લઈ શાળામા અભ્યાસ કરતા ધોરણ 1થી 5ના બાળકો તેમજ શિક્ષકો ત્રાહીમામ પોકારી ગયા હતા. જેનો અહેવાલ દિવ્યભાસ્કરમા પ્રસિદ્ધ કરાયો હતો. ત્યારે જિલ્લા ભાજપા લઘુમતિ મોરચાના અધ્યક્ષ દ્વારા અંગત રસ દાખવી શાળાના બાળકોના હીતને ધ્યાનમા રાખી પાલિકામા સંશાધનો અને સફાઇ ટીમની માગણી કરી જાતે સ્થળ પર ઉભા રહી ખદબદતી ગંદકી દુર કરાવી હતી.

ડભોઇના સુંદરકુવા વિસ્તારમા આવેલી સુંદરકુવા પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા ધોરણ 1થી 5ના બાળકોના સ્વાસ્થયના જોખમને ધ્યાનમા રાખી દિવ્ય ભાસ્કરમા અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જે અહેવાલના પગલે તેમજ શાળામા જિલ્લા લઘુમતી મોરચાનો નિ:શુલ્ક મેડીકલ તપાસણી કેમ્પનુ આયોજન કરી ડભોઇ નગર પાલિકામા ધારદાર રજુઆતો કરી જિલ્લા ભાજપા લઘુમતિ મોરચાના પ્રમુખ એહમદભાઇ શેખ દ્વારા સ્થળ પર ઉભા રહી સફાઇ અભિયાન ચલાવ્યુ હતુ. પાલિકામાંથી જે.સી.બી. મશીન, ટ્રેકટર, સફાઇ કર્મીઓની ટીમ બોલાવી બે દિવસ સુધી ખડેપગે રહી સફાઇ અભિયાન હાથ ધર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...