પોલીસની લાલ આંખ:ડભોઇ તાલુકામાં બે સ્થળેથી રૂા. 1.41 લાખની ચાઈનીઝ દોરી સાથે 3 ઝડપાયા

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો પર જિલ્લા - સ્થાનિક પોલીસની લાલ આંખ

વડોદરા ગ્રામ્ય એસઓજી પીએસઆઇ એમ. બી. જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા વાહન ચેકિંગ દરમિયાન મળેલી બાતમી આધારે પલાસવાડામાં દરબાર રેસિડેન્સી રહેતા અહેમદ અબ્દુલ રહેમાન ગોલાવાલાના ઘરે તપાસ કરતા ઘરમાંથી પ્રતિબંધિત 420 નંગ પ્લાસ્ટિક ચાઈનીઝ દોરી મળી આવી હતી. જેની કિંમત રૂ. 1,26,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે કે ડભોઇ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. જે. વાઘેલાની સુચના મુજબ પીએસઆઇ એ. એન. પરમાર અને ડી સ્ટાફના પોલીસ જવાનો સાથે ભિલાપુર નજીક વાહન ચેકિંગ દરમ્યાનમાં મોટર સાયકલ ઉપર થેલામાં શંકાસ્પદ લઈ જતા બે ઇસમોને ઉભો રાખી તપાસ કરતા થેલામાંથી 20 નંગ મળી અવી હતી.

5000ની ચાઈનીઝ દોરી ઝડપી પોલીસે બંનેના નામ પૂછપરછ કરતા રવિભાઈ મગનભાઈ રાવળ, વડોદરા તથા જયેશભાઈ ગોરધનભાઈ રાવળ બંને રહેવાસી રાભીપુર નવીનગરી વડોદરાની સામે ગુનો દાખલ કરી મોટરસાયકલની કિંમત 10000 અને 5,000ની પ્લાસ્ટિક ચાઈનીઝ દોરી કુલ 15 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...