તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડભોઇમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ફરસાણ તેમજ મીઠાઈની દુકાનો પર છાપા માર્યા

ડભોઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભોઇ નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે કેટલીક દુકાનોમાંથી મીઠાઈના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે લઈ ગયા હતા.પડે છે. - Divya Bhaskar
ભોઇ નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે કેટલીક દુકાનોમાંથી મીઠાઈના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે લઈ ગયા હતા.પડે છે.
 • વિવિધ દુકાનોમાંથી 12 કિલો જેટલી અખાદ્ય મીઠાઈનો નાશ કર્યો
 • કેટલીક દુકાનોમાંથી મીઠાઈના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે લઈ ગયા

ડભોઇ નગરમાં શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમના અધિકારીઓ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની 7 જેટલી દુકાનોમાં છાપા માર્યા હતા. અખાદ્ય થઈ ગયેલી 12 કિલો મીઠાઈનો નાશ કર્યો. તેની સાથે કેટલીક દુકાનોમાંથી મીઠાઈના સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે લઈ ગયા છે અને હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને લઈને દુકાનદારોએ કેવા પ્રકારની સાવચેતી રાખવી તેનું માર્ગદર્શન પણ આપ્યું હતું.ભારત વર્ષમાં એક તરફ દીવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે તો બીજી બાજુ કોરોનાની મહામારી પણ દિવસેને દિવસે વધતી જતી જોવા મળી રહી છે.

આવા સંજોગોમાં વડોદરા ખાતેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ડી.એમ.શાહ અને ડભોઇ નગરના બે સર્કલ ઓફિસર ની સંયુક્ત ટીમ દ્વારા શુક્રવારે ડભોઇ નગરમાં આવેલી ફરસાણ તેમજ મીઠાઈઓની 7 જેટલી દુકાનો પર છાપા માર્યા હતા. આ છાપા દરમિયાન કેટલીક જગ્યાએ ખુલ્લી તેમજ આ વ્યવસ્થિત રાખવામાં આવેલી વિવિધ દુકાનોમાંથી 12 કિલો જેટલી મીઠાઈનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેની સાથે નગરની કેટલીક દુકાનોમાંથી કેટલીક મીઠાઈઓ ના સેમ્પલ લઇ લેબોરેટરી ચકાસણી માટે પણ લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો