તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ડભોઈ નગરમાંથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોકલાઈ રહેલો ઘાસચારો

ડભોઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ધારાસભ્ય દ્વારા દક્ષીણ ગુજરાતમાં 4 ટ્રેકો ભરી ઘાસચારો મોકલી અપાયો હતો. - Divya Bhaskar
ધારાસભ્ય દ્વારા દક્ષીણ ગુજરાતમાં 4 ટ્રેકો ભરી ઘાસચારો મોકલી અપાયો હતો.
 • આજે દક્ષીણ ગુજરાતમાં 4 ટ્રકો ભરી ઘાસચારો મોકલાયો

15 માર્ચનાં રોજથી વઢવાણા સિંચાઇ તળાવ દ્વારા ખેડૂતોને છેલ્લુ પાણી આપી પાણી બંધ કરવાનું જાહેરનામુ બહાર પડેથી પંથકમાં ડાંગર ઘઉં અને ઘાસચારો પકવતાં ખેડુતો મુંઝવણમાં મુકાયા હતાં. પરંતું વિસ્તારનાં ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી નર્મદાનાં નીર વઢવાણાંમાં ઠાલવી 30મી એપ્રિલ સુધી હાલચાલી રહેલી કોરોનાંની મહામારી વચ્ચે પીયાવો આપ્યા વિનાં પાણી આપાતાં આ રજૂઆત રંગ લાવી ત્યાં ગુજરાતમાં ઠેરઠેર ઘાસચારો મુંગા પશુઓ માટે ડભોઇ દ્વારા પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. આજરોજ પણ ધારાસભ્ય દ્વારા દક્ષીણ ગુજરાતમાં 4 ટ્રકો મોકલવામાં આવી હતી.

એક કાંકરે બે પક્ષીઓને નિશાન બનાવ્યાનું પુરવાર કર્યુ
ઘાસચારાનું ઉત્પાદન થતાં રોજેરોજ 25થી 40 જેટલી ટ્રકો ગુજરાતનાં સુરત, માંડવી, બનાસકાંઠા, ડીસા તથા ગાજરાતમાં આવેલી પાંજરાપોળોમાં આ ઘાસચારો મોકલી મુંગા પશુઓને તૃપ્ત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. આજરોજ પણ વિસ્તારનાં ધારાસભ્યનાં નેતૃત્વમાં દક્ષીણ ગુજરાતમાં 4 ટ્રકો ઘાસચારો મોકલવામાં આવ્યો. આમ તેઓએ ખેડુતોની સાથે મુંગા અબોલ પશુઓ ની પણ કોરોનાં ની મહામારી વચ્ચે ચિંતા કરી સરકારમાં રજુઆત કરી એક કાંકરે બે પક્ષીઓને નિશાન બનાવ્યાનું પુરવાર કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો