કાર્યવાહી:ડભોઇ શણગારવાડી પાસે જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

ડભોઇ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15,630ની રોકડ સાથે જુગારીઓને ઝડપી કસ્ટડી ભેગા કર્યા

ડભોઇની શણગારવાડી અંબામાતાના મંદિર પાસે રહેતા મુરાદ શેખના મકાનના ઓટલા પર પત્તાપાનાનો જુગાર રમતા ઇસમોની ડભોઇ પીઆઇને બાતમી મળતા ડી સ્ટાફના જવાનોએ છાપો મારતા જુગાર રમતા 5 ઇસમો ઝડપાયાં હતા. જુગારીઓ પાસેથી પત્તાપાના સહિત 15630ની રોકડ સાથે ઝડપાયેલા પાંચેય વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કસ્ટડી ભેગા કર્યા હતા.

ડભોઇ ટાઉનમાં આંકડા જુગાર, દારૂની બદીએ માજા મુકી હોય પીઆઇ એમ.આર.ચૌધરીએ બાતમીદારોને કામે લગાડી અસામાજીક પ્રવૃત્તિઓની કડક હાથે ડામી દેવાની કવાયત હાથ ધરી છે. ત્યારે શણગારવાડી વિસ્તારમાં રહેતા મુરાદભાઇ મહેમુદભાઇ શેખ પોતાના મકાનના ઓટલા પર મનોજભાઇ ભગવાનદાસ પટેલ, સદ્દામહુશેન અલીમહમદ મેમણ, રાજન ચંન્દ્રકાંતભાઇ શાહ, જયંતિભાઇ કાંતિભાઇ બારીયા સહિતના જુગારીઓ સાથે પત્તાપાનાનો હારજીત નો જુગાર રમતો હોવાની ડભોઇ પીઆઇ એમ.આર.ચૌધરીને બાતમી મળી હતી.

ડી સ્ટાફના જવાનો અ.હે.કો. દિપકભાઇ, અ.પો.કો. યુવરાજસિહ, અ.પો.કો.અર્જુનભાઇ સહિત ના જવાનોને સૂચના આપતા બાતમી મુજબની જગ્યાએ છાપો મારી જુગાર રમતા ઇસમોને પત્તાપાના અને દાવ પરના તેમજ અંગઝડતીની રોકડ સાથે ઝડપી પાડી કસ્ટડી ભેગા કરતા અસામાજીક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...