દુર્ઘટના:ડભોઈ મહુડી ભાગોળ ગેટ પાસેના વીજપોલ પર શોર્ટસર્કિટથી આગ

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 કલાક સુધી વિસ્તારની પ્રજાએ અંધારપટ સહન કરવો પડ્યો

ડભોઇ નગરના ઐતિહાસીક મહુડી ભાગોળ ગેટને અડી ને આવેલ વીજ થાંભલા ઉપર એકા એક સોટસર્કિટ થતાં આગ લાગી હતી. જેને પગલે આસપાસના રહીશોમાં ભારે અફરા તરફી સર્જાઈ હતી. તો ત્રણ કલાક સુધી હાલ ચાલી રહેલા રમજાન માસમાં લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો.

ડભોઇ નગરના ઐતિહાસિક મહુળી ગેટની બાજુમાં આવેલા વીજ થાંભલા ઉપર અચાનક શોર્ટસર્કીટ થતાં આગભભૂકી ઉઠી હતી. જેને કારણે આસ પાસના રહીશોમાં ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે વીજ કંપનીમાં જાણ કરતાં તત્કાલીક વીજ પ્રવાહ બંધ કરતાં આગ ઉપર કાબૂ મેળવાયો હતો. પણ આશરે 3 કલાક સુધી વીજ પ્રવાહ બંધ રહેતા આ વિસ્તારમાં રહેતા મુસ્લિમ બિરાદરોને અંધારપટનો અહેશાસ થયો હતો. ડભોઇ નગરમાં ગિચ વાયરોને પગેલ અવાર નવાર આવા બનાવો બને છે. મધ્ય ગુજરાત વીજ કંપની વહેલી તકે વાયરોના ગૂચાળા સાફ કરી વહેલી તકે આવા આગના બનાવો બનતા અટકાવે તેવી સ્થાનીક રહીશોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...