તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સયાજીરાવ ગાયકવાડ ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ બુધવારે બરોડા ક્રિકેટ એસોસિએશ સંચાલિત ડભોઇ ખાતે આવેલ કોલેજ કેમ્પસના આઈટીઆઈ મેદાનમાં યોજાઇ હતી. જેમાં પાટણ અને નવસારી વચ્ચેના જંગમાં પાટણ ટીમનો વિજય થયો હતો.
સયાજીરાવ ગાયકવાડ ડીસ્ટ્રીક ટૂર્નામેન્ટ છેલ્લા પંદર દિવસથી ગુજરાતના વિવિધ મેદાનોમાં ચાલી રહી હતી. જેમાં ફાઇનલમાં આવેલી બે ટીમોમાં પાટણ અને નવસારી વચ્ચેનો ખરાખરીનો જંગ બુધવારના રોજ ડભોઇ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન સંચાલિત કોલેજ કેમ્પસના મેદાન ખાતે યોજાઇ હતી. જેમાં પહેલી બેટિંગમાં નવસારીની ટીમ દ્વારા 121 રન કરવામાં આવ્યા હતા. જ્યારે પાટણની ટીમ દ્વારા માત્ર 20 ઓવરમાં જ 124 રન બનાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. બુધવારે ફાઇનલ મેચ હોય જેને લઇને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા વિજેતા ટીમને તેમજ રન્સપ ટીમને ટ્રોફી અને રોકડ ઈનામ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે બરોડા ક્રિકેટ એસો. સીસીઓ અને મુંબઈની ટીમના ભૂતપૂર્વ રણજી ટ્રોફી ટીમના કપ્તાન શિશિર હતનગળી, અમર પેટીવાલા ડિસ્ટ્રીક ટૂર્નામેન્ટના સીસીઓ ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર અતુલ બેદાડે સાથે જ વડોદરા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ગામડાના ખેલાડીઓની કુશળતા બહાર લાવવાનો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.