રોષ:ડભોઇમાં મોલ બનાવવાની પેરવી કરાતાં વેપારી મંડળનો ઉગ્ર વિરોધ

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇમાં સંભવિત મોલ કે સુપર સ્ટોર ખોલવાની પેરવી સામે વેપારી મહાજન મંડળની આગેવાનીમાં બાઇક રેલી કાઢી બાદમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. - Divya Bhaskar
ડભોઇમાં સંભવિત મોલ કે સુપર સ્ટોર ખોલવાની પેરવી સામે વેપારી મહાજન મંડળની આગેવાનીમાં બાઇક રેલી કાઢી બાદમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
  • મોલ બનતો નહીં અટકાવાય તો આંદોલનની ચીમકી
  • મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

ડભોઇ નગરમા આશરે 6000 જેટલા વેપારીઓ નાના મોટા વ્યવસાય કરે છે. ત્યારે ડભોઇ નગરમાં મોલ બનવાનો છેની વાત મળતા વેપારીઓમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. બુધવારે મોલ બનવાના વિરોધમાં ડભોઇ વેપારી મહાજન મંડળના નેજા હેઠળ બાઇક રેલી યોજી બાદમાં ડભોઇ સેવાસદન ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા અને મોલ ન બને તે માટે માંગ કરી હતી. મોટા શહેરોની જેમ હોવી નાના તાલુકાઓમાં પણ મોલ જેવી સુવિધાઓ ઉભી થવાની હોવાની વાત વાયુવેગે પ્રસરી છે. ત્યારે ડભોઇ નગરમાં મોલ બનવાના હોય જે વાતને લઈ વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

ડભોઇના વેપાર ધંધો કરતા આશરે 6000 ઉપરાંત વેપારીઓ છેલ્લા ઘણા વર્ષોથી ડભોઇમાં નાની મોટી દુકાનો ચલાવે છે. મોલ આવતા તમામ વેપારીઓને આર્થિક ફટકો પડે તેમ હોઇ વેપારીઓએ આ મોલના વિરોધમાં બુધવારના રોજ વેપારી મહાજન મંડળના નેજા હેઠળ વિશાળ બાઇક રેલી યોજી ડભોઇ સેવાસદન ખાતે મામલતદાર ડી.એમ. ગામીતને આવેદનપત્ર સુપ્રત કરી મોલ બનતા અટકાવવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત જો આમ નહીં થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શનની ચીમકી પણ વેપારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...