તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદૂષણ:ડભોઈના મોટાહબીપુરામાં આવેલા તળાવમાં કેમિકલ વેસ્ટ છોડી દેવાતાં 5000 એકર જમીનને નુકસાનનો ભય, 9 ગામોને અસર

ડભોઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોટા હબીપુરા ખાતે આવેલા તળાવમાં કેમિકલયુકત પાણી નજરે પડે છે. - Divya Bhaskar
મોટા હબીપુરા ખાતે આવેલા તળાવમાં કેમિકલયુકત પાણી નજરે પડે છે.
  • રાહ કોતર મારફતે કેમિકલયુક્ત પાણી આવ્યું
  • કેમિકલયુક્ત પાણી છોડનાર કોણ છે? તંત્ર માટે તપાસનો વિષય બન્યો

ડભોઇ તાલૂકાના મોટાહબીપુરા ગામે છેલ્લા કેટલાક દિવસથી ગામના તળાવમાં દુર્ગંધ મારતું કેમિકલયુક્ત પાણી ઠલવાતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તાલુકાના સાઠોદ પાસેથી પસાર થતા રાહ કોતરમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગંદુ અને દુર્ગંધ મારતું કેમિકલયુક્ત પાણી ઠલવાઇ રહ્યું છે. જે પાણી કેટલાક ગામોના કોતરમાંથી પસાર થઈ તાલુકાના મોટા હબીપુરા ગામના તળાવમાં ઠલવાય છે. જેના પરિણામે તળાવના શુદ્ધ પાણીનો ઉપયોગ કરતા પશુપાલકો તેમજ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

એકબાજુ વરસાદ ખેંચાયો છે. ત્યારે વરસાદી પાણીની આવક ન થતા તળાવમાં પાણીનો સંગ્રહ નથી. ત્યારે બીજી તરફ દૂષિત પાણી તળાવમાં ભેગું થતાં મોટા હબીપુરા સહિતના આસપાસના ખેડૂતો માટે માથાના દુ:ખાવા સમાન સાબિત થઇ રહ્યું છે. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચને રજૂઆત કરાતા હાલ તો આ દૂષિત પાણી આવતું બંધ થયું છે. પરંતુ રાહ કોતરમાં દુષિત પાણી કોણ છોડી જાય છે? તે તપાસનો વિષય ઉભો થયો છે. આ કેમિકલ યુક્ત પાણી ક્યાંથી આવ્યું તે અંગેની તપાસ માટે તંત્રમાં જાણ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

તાલુકાના સાઠોદ ગામથી નિકળતું રાહ કોતર તાલુકાના થરવાસા, હબીપુરા, સુલતાણપૂરા, મંડાળાં, બારીપૂરા, અંગૂઠણ અને કાયાવરોહણ સુધી જાય છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી તાલુકાના આ કોતરમાંથી અસહ્ય દુર્ગંધ મારતું ગંદુ અને કેમિકલયુક્ત કાળું દેખાતું પાણી મોટાહબીપુરા ગામના તળાવમાં ભળી રહ્યું છે. આજ પાણી ખેડૂતો સિંચાઇ અને પશુઓ માટે લેતા હોવાથી રોગ ચાળો ફાટી નિકળવાનો પણ ગ્રામજનોમાં ભય સેવાઇ રહ્યો છે. ત્યારે આ કોતરની રાહમાં આવતા આશરે 9 જેટલા ગામોના ખેતરોમાં ઊભા પાકને નુકશાન થવાની ભીતિ પણ સેવાઇ રહી છે.

ડભોઇ તાલુકામાં અગાઉ કોલેરાના 3 જેટલા કેસો આવી ગયા છે. આવું દુર્ગંધ મારતા પાણીને પગલે મોટાહબીપુરા ગામના લોકોમાં મોટો રોગચાળો ફાટી નિકળવાનો ભય પણ સેવાઇ રહ્યો છે. વહેલી તકે આ સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માંગ છે. આ પટ્ટી પર 5000 એક્ટર અલગ-અલગ જાતનું પાક થાય છે. કપાસ, મકાઇ, તુવેર, ડાંગર અને શાકભાજી જેવા પાકો લેવામાં આવે છે. કેમિકલ દૂષિત પાણીના કારણે પાણીનો સંગ્રહ ના હોય જેને લઇને નવો પાક લેવામાં પણ મુશ્કેલીઓ પડશે. અને હાલ વરસાદ ખેંચાતા હાલના પાકમાં પણ વહેલી તકે અધિકારીઓ નિકાલ નહી લાવે તો પાકનો નાશ થશે. તે માટે જવાબદાર કોણ? જેથી તંત્ર પણ વહેલી તકે દૂષિત કેમિકલ ઠાલવાતા તત્વો તરફે ચાંપતી નજર રાખી ઝડપીપાડી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...