પ્રજામાં ફફડાટ:રાજલીમાંથી સપ્તાહમાં ચોથો મગર ઝડપાતાં ભય

ડભોઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગરોની સંખ્યા તળાવમાં વધતાં પ્રજામાં ફફડાટ

ડભોઇ તાલુકાના રાજલી ગામમાં થી સપ્તાહમાં ચોથો મગર વનવિભાગના પાંજરે પુરાયો છે. ગામના તળાવમાં મગર હોવાની વનવિભાગને જાણ કરતા મગરને રેસ્ક્યૂ કરવા પાંજરા મુકાયા હતા, જેને પગલે અત્યાર સુધી 4 મગર પાંજરે પુરવામાં આવ્યાં છે. ત્યારે વધુ મગર રેસ્ક્યૂ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડભોઇ તાલુકાના રાજલી ગામે તળાવમાંથી સપ્તાહમાં ચોથો મગર વનવિભાગના પાંજરે પુરાયો છે.

રાજલી ગામના તળાવમાં 6થી 7 મગરો વસવાટ કરતા હોય ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. ગામના સરપંચ અને સ્થાનિકો દ્વારા ડભોઇ વનવિભાગ આર.એફ.ઓ કલ્યાનીબેન ચૌધરીને જાણ કરતા ફોરેસ્ટર હંસાબેન રાઠવા અને ડભોઇ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ના ભાર્ગવ ભટ્ટ, વિપુલ વસાવા, અવી બારોટ, અલય શાહ, ધવલ પરમાર દ્વારા મગરને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સતત ચોથો મગર આશરે 5 ફૂટનો ઝડપી તેને રહેણાક વિસ્તારથી દૂર લઈ જઈ વધુ મગરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...