કામગીરી શરૂ:ડભોઇમાં ઇ-શ્રમ ડેટાબેઝ કાર્ડ બનાવવા લોકોમાં ઉત્સાહ

ડભોઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુંદરકુવા વિસ્તારમાં આધારકાર્ડના સથવારે કામગીરી શરૂ

જનસેવા કેન્દ્ર દ્વારા ડભોઇ નગરના જુદાજુદા વિસ્તારોમાં જઈ આધારકાર્ડના સથવારે ઇ-શ્રમ કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. ઇ-શ્રમ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ અસંગઠીત કામદારો માટે સામાજીક સુરક્ષા યોજનાઓ, સમસ્યાની સ્થિતિમા સહાયતા રાશી સીધા ડીબીટીના માધ્યમથી શ્રમિકોના ખાતામા સ્થળાંતર, શ્રમિકોને કૌશલ વિકસિત કરવા અને રોજગાર શોધવાનું માધ્યમ. એકવાર નોંધણી કર્યા પછી દર વખતે નોંધણી કરવાની જરૂર નથી. જેથી લોકો એ ઇ-શ્રમ નોંધણી કરાવી હતી.

સરકારી સ્કીમોનો લાભ સરળતાથી મળી રહે તેવી એકપણ સ્કીમ લોકો ગુમાવા માગતા નથી. તેમાં કેટલીકવાર લોકોને છેતરાઇ જવાની પણ બૂમો ઉઠવા પામે છે. ત્યારે હાલમાં જનસેવા કેન્દ્ર એજન્સી મારફતે ઇ-શ્રમ નોંધણી કરવાની પ્રક્રિયા ઓનલાઇન સ્લમ વિસ્તારોમાં જઈ કરાઇ રહી છે. ખાનગી એજન્સી મારફતે ચાલતી નિ:શુલ્ક કામગીરીનો નિભાવ ખર્ચ એક નોંધણી દીઠ રૂપિયા 30 વસૂલ કરવામાં આવી રહ્યો છે. જે ઇ-શ્રમ કાર્ડના માપદંડ જોવા જઈએ તો અરજદારની ઉ.વ.16થી 59 ની હોવી જોઇએ, આવકવેરો ચૂકવનાર ન હોવો જોઇએ, EPFO અને ESICના સભ્ય ન હોવો જોઇએ, અસંગઠીત કામદારોની શ્રેણીઓમાં કામ કરતા હોવા જોઇએ. દેશભરમાં 38 કરોડ અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોનું રજીસ્ટ્રેશનનો ધ્યેય હોવાનું તેમજ કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી ચાલતી પ્રક્રિયા હોવાના બેનર પણ લગાવેલ જેથી સ્લમ વિસ્તારના લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...