અકસ્માત:ડભોઇના પીસાઈ ગામ પાસે ટ્રેક્ટર પલટી મારી જતાં ચાલકનું મોત

ડભોઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર ખેતરમાં પલટી ગયું હતું

ડભોઇ પીસઇ ગામ નજીક પુરઝડપે ચાલતા ટ્રેકટર ચાલકનું સ્ટ્રેરિંગ પરથી કાબુ જતા ટ્રેકટર બાજુના ખેતરમાં પલ્ટી જતા ટ્રેકટર ચાલકનું મોત નીપજ્યું. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ તાલુકામાં સાઠોદ ગામેથી શેરડી ભરી કરજણના સુગર મિલ ખાતે ટ્રેક્ટરમાં ફેરા મારતો એક મજુર ટ્રેકટર ચાલક કરજણ ગંધારા સુગર મિલ શેરડી ખાલી કરી પરત ફરી રહ્યો હતો.

તે અરસામાં પીસાઈ મંડાળા વડાંગ પાસે અચાનક પુર ઝડપે ચાલતા ટ્રેકટરના સ્ટેરિંગ ઉપર ચાલક હરિશ્ચંદ્ર રોહિદાસ પાવર ઉ.વ. 36, મૂળ રહે મહારાષ્ટ્રનું કાબુ ગુમાવતા ટ્રેકટર બાજુના ખેતરમાં પલ્ટી ગયું હતું. આ સાથે ચાલક હરિશ્ચંદ્ર પણ ટ્રેકટર નીચે દબાઈ જતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આસપાસના ખેડૂતો દોડી આવી મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને રેફરલ હોસ્પિટલ પી.એમ. અર્થે મોકલી આપી અકસ્માત ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...