એક તરફ સરકાર સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ શાળાઓ નવી બનાવાના વાયદા કરી રહી છે. તો બીજી તરફ વાસ્તવિકતા કઈ જુદી જોવા મળી રહી છે. ડભોઇ ઢાલનગર વસાહતમા આવેલ અને વર્ષ 1991માં સ્થપાયેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી મેન્ટેનસન્સ ન કરવાને કારણે હાલ આ શાળા અતિ જર્જરિત હાલતમાં આવી ગઈ છે. ઢાલનગર વસાહતમાં 100 મકાનોમાં 500 ઉપરાંતની વસ્તી છે. પ્રાથમિક અને પાયાનું શિક્ષણ બાળકો આ જ શાળામાં મેળવતા હોય તેવાં શાળા જર્જરિત હોવાને કારણે ભયના ઓથાર હેઠળ ભણવા બાળકો મજબુર છે.
ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નવીન શાળાઓ શાળાઓમાં ડીઝીટલ ઓરડા સહિત બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તે માટે અભિયાન હાથ ધરાયુ છે. પરંતુ ડભોઇની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોમાં શાળાઓ નવીન બનાવા શાળાઓ દ્વારા અરજીઓ મુકવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાના આરોપ લાગી રહ્યા છે. ડભોઇ ઢાલનગર વસાહતમાં નર્મદા વિસ્તાપીતોની વસ્તી 500 ઉપરાંત છે.
અહીં શાળામાં 1થી 5 ધોરણની 3 ઓરડાની શાળા વર્ષ 1991માં બનાવામાં આવી હતી. ત્યારથી લઈ હજી સુધી આ શાળામાં સમયાંતરે મેન્ટનન્સ કરાવ્યું ન હોઇ છેલ્લા 5 વર્ષથી આ શાળા અતિ જર્જરિત હાલતમાં આવી ગઈ છે. શાળાના આચાર્ય દ્વારા 2 વર્ષ પૂર્વે શાળા નવી બનાવા અરજી કરવામાં આવી હતી. પરંતુ મંજૂરી ન મળતા વધુ એક વાર અરજી કરવામાં આવી છે. શાળા નવી ન બનતા હાલ શાળામાં અભ્યાસ કરતા બાળકો જર્જરિત શાળામા ભયના ઓથાર હેઠળ ભણવા મજબુર બન્યા છે.
વહેલી તકે શાળા થઈ જાય એવી રજૂઆત આવી છે
અગાઉ આપેલા કાગળોમાં ભૂલ હોઇ જેને લઈને નવા કાગળો મંગાવી વહેલી તકે શાળા થઈ જાય એવી રજૂઆત ગ્રામજનોની આવી છે. તે બાબતે ગંભીતાપૂર્વક તંત્રને સૂચન કર્યું છે. - અશ્વિનભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન
હજુ સુધી ઓરડાઓ નવા બન્યા નથી
મેં 2022માં જ હું એ રીપેરીંગ માટે ફાઈલ મોકલી છે. અગાઉના શિક્ષકોએ પણ બેથી ત્રણ વખત ફાઈલો મોકલી હતી. પરંતુ હજુ સુધી ઓરડાઓ નવા બન્યા નથી. શાળાની દિવાલોમાંથી તિરાડો અને ટપકતા છાપરાને લઈ ભય તો રહે જ છે. - વેલસિંગભાઈ ડી. રાઠવા, મુખ્ય શિક્ષક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.