તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ડભોઇ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં બેધારી નીતિ

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકા તંત્ર પાસેથી રહેણાંકની રજા ચિઠ્ઠી લઇ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનતુ તસવીરમાં નજરે પડી રહ્યું છે. - Divya Bhaskar
પાલિકા તંત્ર પાસેથી રહેણાંકની રજા ચિઠ્ઠી લઇ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનતુ તસવીરમાં નજરે પડી રહ્યું છે.
  • રહેણાકની રજા ચિઠ્ઠી લઇ બનતા કોમર્શિયલ કોમ્પલેક્ષને પાલિકાએ માત્ર નોટિસ આપી

ડભોઇ નગરપાલિકાની આતો એવી નીતિ એક બાજુ દબાણ હટાવ ઝુંબેશ ને લઇ ગરીબોના ઝુંપડા હટાવાય છે. સામાન્ય માણસના બાંધકામો તોડી નાખવામાં આવે છે. પરંતુ રાજ્ય ધોરીમાર્ગો પર મોટા બિલ્ડરો દ્વારા બાંધવામાં આવતા ગેરકાયદેસર કોમ્પલેક્ષ તરફે નગરપાલિકાની બિલકુલ કુણી નજરો જોવા મળી રહી છે. માત્ર નોટિસ ફટકારી પાલિકા સંતુષ્ટ થઈ જાય છે. પરંતુ જેસીબી ઉઠાવી આવા ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે પાલિકા આળસ ખંખેરી ન હોવાથી ભ્રષ્ટાચારની બુમ બહાર આવતી હોવાનું સ્પષ્ટ જણાય છે

ડભોઇ નગરપાલિકામાં ભાજપા દ્વારા પોતાની કમાન સંભાળવામાં આવી છે. પરંતુ નગરમાં ચાલતા અનેક ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો છે. ત્યારે બીજી બાજુ ડભોઇ નગરપાલિકામાં તાજેતરમાં ચૂંટાઇને આવેલા કોર્પોરેટરો દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવી ગેરકાયદેસર દબાણો તોડવાનું કામ ચાલી રહ્યું છે. પોતાના જ મળતિયાઓને સાચવી લેવાના હોય તેવી જ રીતે માત્ર નોટીસ આપીને પાલિકા તંત્ર આવા મોટા બિલ્ડરોને કેવળ સાંભળવાનું જ કામ કરી રહી છેનું ઉદાહરણ બહાર આવ્યું છે.

જેમાં ડભોઇ શહેરના નાંદોદી ભાગોળથી શિનોર ચોકડી તરફ જતા ડભોઇ નગરપાલિકાની રેસિડેન્સની રજા ચિઠ્ઠી લઇ કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. રાતના ક્યાંક આ બાબતે ધુમાડો ઉડતા પાલિકા તંત્ર દ્વારા હસમુખભાઈ ભીખાભાઇ પટેલના નામના જમીન માલિકને અત્યાર સુધીના સમયગાળામાં 3 નોટિસો પાઠવામાં આવી છે. છતાં પણ કોમર્શિયલ કોમ્પ્લેકસ બનાવવાનું યુદ્ધના ધોરણે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જેને લઇને અનેક પ્રશ્નો હાલ ડભોઇ નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યા છે.

એટલું જ નહીં તાજેતરમાં પાલિકાના સત્તાધીશો દ્વારા નગરની પંચવટી સોસાયટીમાં તો વળી ઝારોલા વાગા હિમજા માતાના મંદિર પાસે એક મકાનનો દાદર જેવા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોમર્શિયલ બાંધકામની રજા ચિઠ્ઠી માગવાના બદલે રહેનારની રજા ચિઠ્ઠી માગી કરચોરી કરતા આવા માથાભારે બિલ્ડરો સામે ડભોઇ નગરપાલિકાના પ્રમુખ અને ચિફ ઓફિસર કેમ ચૂપ બેસી રહ્યા છે. સવાલો સાથે શું તારું મારું અને સહીયારુનો ખેલ તો નથી રમાઈ રહ્યોને? ના વેધક સવાલો પણ હવે તો ઉભા થઇ ગયા છે.

રોડ પર લારી-ગલ્લા ઉભા રાખી પેટીયું રળી ખાતા ગરીબો જો એક માસનું ભાડું ન આપે કે આપવામાં બે-ત્રણ દિવસ મોડું કરે તો તેની પર પાલિકાના સત્તાધીશો તવાઈ લાવે. ત્યારે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ પાસેથી ક્યારે પાલિકા કડક પગલાં ભરી પાલિકાને આર્થિક રીતે સદ્ધર બનાવશે. કારણ હાલતો નગરપાલિકાને આર્થિક સ્થિતિ પણ ખૂબ નબળી છે. પાલિકાના કર્મચારીઓનું પગાર પણ સમયસર થઇ શકતો નથી. તો શું લારી-ગલ્લાનું ભાડું આવેથી જ પગાર થાય કે પછી આવા બિલ્ડરો પાસેથી હજારો લાખો રૂપિયાનો ટેક્ષ વસુલ કરી પાલિકાને ફાયદો થાય એ તો હવે પાલિકા વિચારશે કે નહીં.

હાલ ચાલી રહેલ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ હોય જેથી પીડબલ્યુડી દ્વારા પણ રોડથી કેટલા કિલોમીટરનું અંતર છોડીને બાંધકામ કરવાનો અભિપ્રાય આપ્યો હોવા છતાં રોડ ટચ બાંધકામ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં જાણવા મળતી માહિતી મુજબ તાજેતરમાં જ ડભોઇ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાલિકાના ઉચ્ચ કક્ષાએ બેઠેલા એક સભ્યને આ બિલ્ડર દ્વારા મદદ કરવામાં આવી હતી. જેના કારણે આ રેસીડન્ટ પરવાનગીને કોમર્શિયલ બનાવતા રોકાતી નથી. ત્યારે હવે આવનારા દિવસોમાં ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ. કે. ગરવાલ કેવા પ્રકારનો નિર્ણય લે છે. તે જોવાનું રહ્યું.

નેટિસ આપ્યા બાદ પણ બાંધકામ દૂર નહી કરે તો કાયદેસરની કાર્યવાહી કરાશે
બાબતમાં ડભોઇ નગરપાલિકા દ્વારા 3-3 નોટિસ આ બિલ્ડરને આપવામાં આવી છે. છતાં પણ અમોને કોઈપણ જાતની નોટિસનો જવાબ મળ્યો નથી. જેથી આવનારા સમયમાં જો થયેલું બાંધકામ દૂર નહીં કરે તો નગરપાલિકા કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. > એસ. કે. અગ્રવાલ, ચીફ ઓફિસર, ડભોઈ

અન્ય સમાચારો પણ છે...