જાહેરનામાનો ભંગ:ડભોઇના દંગીવાડામાં ડી.જે.ના તાલે કોરોના ગાઇડલાઇનના ધજાગરા સાથે લગ્ન યોજાયા, વીડિયો વાયરલ થતાં પોલીસ કાર્યવાહી

ડભોઇ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ઝૂમતા લોકોનો વાયરલ થયો હતો. - Divya Bhaskar
લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ઝૂમતા લોકોનો વાયરલ થયો હતો.
  • લગ્નની કોઈ પરમિશન લીધી ન હતી

ડભોઇ તાલુકાના દંગીવાડા ગામે બારીયા સમાજના પરીવારને ત્યા લગ્નપ્રસંગ હોય કોરોના મહામારીમાં પણ લગ્નની કોઇ પરમિશન લીધી ન હતી. ગામના તેમજ અન્ય મહેમાનો સહીત મોટી સંખ્યામા લોકોને ભેગા કરી ડી.જે.ના તાલે અડધીરાત સુધી બે રોકટોક ઝુમ્યા હતા. મોઢાપર માસ્ક ન પહેરી તેમજ સોશિયલ ડીસ્ટન્સનુ પાલન ન કરી કોરોના ગાઇડ લાઇનના ધજાગરા કરી લગ્ન પ્રસંગ મહાલ્યો હોય જેનો વિડીયો વાઇરલ થતા ડભોઇ પોલીસ સફાળી જાગી કાર્યવાહી કરી હતી.

ડભોઇ તાલુકાના દંગીવાડા ગામે રહેતા લક્ષ્મણભાઇ શનાભાઇ બારીયા ઉ.વ.52ના પુત્રનુ લગ્ન ગત 25 મેના રોજ યોજાયુ હતુ. જે લગ્ન પ્રસંગમા ડી.જે. વગાડી ગામલોકો, જાનૈયાઓ સગા સબંધીઓ તેમજ લગ્ન મહાલવા આવેલા અનેક મહેમાનો રંગેચંગે અડધીરાત સુધી કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડાવીને નાચતા રહ્યા હતા. એટલું જ નહી વરરાજાનો ભાઇ ડભોઇ જી.આર.ડી. જવાન હોય જેના કારણે કોઇપણ જાતની પરવાનગી લીધા વિના જ બિન્દાસ લગ્ન પ્રસંગમા હાજર તમામ લોકો માસ્ક વિના, સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન ન કરી લગ્નની મજા માણતા રહ્યા હતા. લગ્નના બીજે જ દિવસથી ડી.જે.ના તાલે અસંખ્ય લોકોનો ઝુમતો વિડીયો વાઇરલ થતા આખી ઘટના ઉપલા અધિકારીઓના ધ્યાન સુધી આવી હતી.

જેથી બીટ જમાદાર શંકરભાઇ મોહનભાઇ હાંફળા ફાંફળા થઈ દંગીવાડા દોડી ગયા હતા. અને લોકોની પુછતાછ કરી લગ્ન સમારંભ યોજનારને ઘેર જઈ આખરે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ દંગીવાડા ગામે યોજાયેલ કોવિડના ધજાગરા કરતો વિડીયો વાઇરલ થતા પોલીસ સફાલી જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...