કોરોના ઇફેક્ટ:ડભોઇમાં જમિયતે ઉલેમા એ હિન્દ સંસ્થા દ્વારા 500 કિટનું વિતરણ

ડભોઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુસ્લિમ સંસ્થા તરફથી ફૂડ કીટ બનાવી ગરીબોને કરાતું વિતરણ. - Divya Bhaskar
મુસ્લિમ સંસ્થા તરફથી ફૂડ કીટ બનાવી ગરીબોને કરાતું વિતરણ.
  • જીવન જરૂરી વસ્તુઓની કિટનું વિતરણ કરાતાં ગરીબોને રાહત

ડભોઇઃ કોરોના જીવલેણ ચેપી વાઇરસને લઈ દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોનું જીવન અતિ દયનિય થઈ જતા જુદીજુદી સંસ્થાઓ તરફથી ગરીબ પરિવારોને સહાય થઈ રહી છે. જેમાં ગરીબોની વહારે રહેતી અને માનવતાના સેવાકાર્યો કરતી જમીયતે ઉલેમા એ હીન્દ નામની મુસ્લિમ સંસ્થા તરફથી હિન્દુ, મુસ્લિમ 500 જેટલા ગરીબ પરીવારોને ચોખા,તુવેરદાળ,ચા-ખાંડ, હળદળ, મરચુ, મીઠુ, ડુંગળી, બટાકા અને તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ બનાવી માનવતાના ધોરણે વિતરણ કરાતા મજબૂર પરિવારોમાં રાહત થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...