ભાસ્કર વિશેષ:ડભોઈમાં ભર ચોમાસે ડ્રેનેજ લાઈનનું ખોદકામ થતાં મુશ્કેલી

ડભોઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ પાલિકા પાસે પાણી પુરવઠા વિભાગ દ્વારા ચોમાસામાં ડ્રેનેજ લાઇનનું ખોદકામ કરતા અવર-જવરમાં પડતી તકલીફ. - Divya Bhaskar
ડભોઈ પાલિકા પાસે પાણી પુરવઠા વિભાગ દ્વારા ચોમાસામાં ડ્રેનેજ લાઇનનું ખોદકામ કરતા અવર-જવરમાં પડતી તકલીફ.
  • પાણી પુરવઠા વિભાગ દ્વારા લાઈન ખોદી સમારકામ ના કરાતાં લોકોને પડતી હાલાકી
  • રસ્તા પરજ કાદવ કીચડ, ખાડા અને ગંદકીથી લોકો પરેશાન

ડભોઇ સામુહીક આરોગ્ય કેંદ્ર, ડભોઇ નગર પાલિકા, પોલીસ સ્ટેશન જેવા જાહેર સ્થળો બહાર જ પાણી પુરવઠા વિભાગ દ્વારા ડ્રેનેજ લાઇનના રીસાઇકલીંગ માટેની નવીન લાઇન ખોદી નાખી પાછલા એક સપ્તાહથી સમારકામના કરાતા મુશળધાર વરસાદ ને લીધે લોકો ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો હતો. રસ્તા પરજ કાદવ કિચડ, ખાડા અને ગંદકીથી લોકો પરેશાન હાલ થઈ ગયા હતા. જ્યારે કેટલાક લોકો તો ખાડાઓમા ગબડી પડવાના પણ બનાવ બનવા પામ્યા હતા.

ડભોઇ તિલકવાડા માર્ગ પર આવેલ નર્મદા કોલોણી સામે પાણી પુરવઠા વિભાગ દ્વારા ડ્રેનેજના પાણી સંગ્રહ કરી રીસાઇકલીંગ પ્લાન્ટમા શુદ્ધ કરી તેનો ઉપયોગ ખેતી માટે કરવાનો હેતુ હોય જે પ્લાંટ સુધી ડ્રેનેજના પાણી પહોંચાડવા માટેની લાઇનનુ ખોદકામ સપ્તાહથી કરેલ છે.

જે ખાડાઓમા પાઇપ પણ જોડવાની કામગીરી પણ પુર્ણ થઈ ગયેલ છે. છતા માટી પુરાણ ના કરી માટીના ઢગલા મુકી રાખી પરીણામલક્ષી કામગીરી સામે ઉદાસીન વલણ અપનાવ્યું હતુ. પાણી પુરવઠાને પાપે વરસાદમા ડ્રેનેજના મેનકુવાથી માંડીને પોલીસ લાઇન સુધી વરસાદી પાણીના ભરાયેલા ખાડા, કાદવ કિચડ અને પારાવાર ગંદકીનુ સામ્રાજ્ય વ્યાપી જવા પામ્યુ હતુ. ચોમાસામા વરસાદથી સર્જાયેલ વિકટ પરિસ્થિતિમા સરકારી દાવાખાના, નગર પાલીકા અને પોલીસ સ્ટેશનમા કામ અર્થે આવતા લોકોને ભારે વિપદા વેઠવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...